G20: ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ કાર્યક્રમ, અશ્વિની વૈષ્ણવ, બિલ ગેટસ સહિત ઘણા મહેમાન થશે સામેલ

આ સેશનમાં ડિજિટલ વોલેટ મોબિક્વિકની સહ સંસ્થાપક અને ચેરપર્સન ઉપાસના ટાકૂ, જેસ્ટમનીની સહ સંસ્થાપક અને સીઈઓ લિજિ ચેપમેન અને ઓપન Financial Technologies પ્રાઈવેટ લિમિટેડના સહ સંસ્થાપક અને સીઓઓ માબેલ ચાકો સામેલ છે.

G20: ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ કાર્યક્રમ, અશ્વિની વૈષ્ણવ, બિલ ગેટસ સહિત ઘણા મહેમાન થશે સામેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:03 PM

ભારતના જી20 હેઠળ વધુ એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેમાં એક ખાસ વિષય પર ચર્ચા થવાની છે. ભારતની જી20ના શેરપા અમિતાભ કાંતે આમંત્રણ મોકલ્યુ છે, જેમાં લચીલી અને સમાવેશી અર્થવ્યવસ્થાઓના નિર્માણ પર એક સેશન થશે. સેશનનું નામ ‘ધ પ્રોમિસ ઓફ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને બોલાવવામાં આવ્યા છે. જે કીનોટ સ્પીકર પણ હશે.

આ સિવાય બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને ટ્રસ્ટી બિલ ગેટસ ગેસ્ટ ઓફ ઓનર હશે. આ કાર્યક્રમ એક માર્ચ 2023એ નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં આયોજિત થશે. બપોરે 2.30 વાગ્યાથી 3.30 સુધી આયોજિત આ સેશનમાં ઘણા મોટા પેનલિસ્ટ સામેલ થવાના છે.

આ પણ વાંચો: CCL 2023: Mumbai Heroes એ Punjab De Sher ને 22 રનથી હરાવ્યુ, સોનુ સૂદ બંને વાર ‘ઝીરો’માં આઉટ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પેનલિસ્ટ થશે સામેલ

આ સેશનમાં ડિજિટલ વોલેટ મોબિક્વિકની સહ સંસ્થાપક અને ચેરપર્સન ઉપાસના ટાકૂ, જેસ્ટમનીની સહ સંસ્થાપક અને સીઈઓ લિજિ ચેપમેન અને ઓપન Financial Technologies પ્રાઈવેટ લિમિટેડના સહ સંસ્થાપક અને સીઓઓ માબેલ ચાકો સામેલ છે.

શું છે જી20?

જણાવી દઈએ કે જી20 એટલે ગ્રુપ ઓફ ટવેન્ટીની અધ્યક્ષતા આ વર્ષ ભારત કરી રહ્યું છે. આ એક આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું મુખ્ય મંચ છે. જે તમામ પ્રમુખ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક સંરચના અને અધિશાસન નિર્ધારિત કરવા અને તેને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ભારત 30 ડિસેમ્બર 2023 સુધી જી20નું અધ્યક્ષ રહેશે.

તેની વચ્ચે જી20 ગ્રુપની ભારતની અધ્યક્ષતા હેઠળ W-20 ગ્રુપની બે દિવસીય પ્રારંભિક બેઠક પણ આજથી એટલે કે સોમવારથી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શરૂ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે બેઠકમાં સભ્ય દેશો, અતિથિ દેશો અને વિશેષ આમંત્રિત દેશોની લગભગ 150 પ્રતિનિધિ મહિલાઓ ભાગ લઈ રહી છે. W-20 G20 હેઠળ એક અધિકૃત સંવાદ સમૂહ છે, જેની સ્થાપના વર્ષ 2015માં તુર્કીયેની અધ્યક્ષતા દરમિયાન કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">