CCL 2023: Mumbai Heroes એ Punjab De Sher ને 22 રનથી હરાવ્યુ, સોનુ સૂદ બંને વાર ‘ઝીરો’માં આઉટ
Celebrity Cricket League, Mumbai Heroes Vs Punjab De Sher: મુંબઈ અને પંજાબની ટીમો જયપુરમાં જંગ જામ્યો હતો. જેમાં રિતેશ દેશમુખની ટીમ મુંબઈએ જીત મેળવી હતી.
સેલિબ્રિટી ક્રિકેટ લીગ માં રિતેશ દેશમુખ અને સોનુ સૂદની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. રિતેશની આગેવાની ધરાવતી મુંબઈ હિરોઝ અને સોનુ સૂદની પંજાબ દે શેર ટીમ વચ્ચે લીગની 8મી મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે જયપુરમાં ટક્કર થઈ હતી. જેમાં મુંબઈ હિરોઝનો 22 રનથી વિજય થયો હતો. ટોસ જીતીને સોનુ સૂદે પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. આમ મુંબઈની ટીમે પહેલા બેટિંગ કરી હતી.
મુંબઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બંને ઈનીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. સમીર કોચરે તોફાની અંદાજમાં અડધી સદી નોંદાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને મોજ લાવી દીધી હતી. પંજાબની ટીમ માટે લક્ષ્ય પાર પાડવમાં 22 રનનુ અંતર બીજી ઈનીંગને અંત રહી ગયુ હતુ અને હાર સહન કરવી પડી હતી.
સમીરની તોફાની બેટિગ
પંજાબના બોલરો સામે સમીર કોચરે પ્રથમ ઈનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. શરુઆતથી જ તેણે આક્રમક બેટિંગ શરુ કરી હતી. સમીર કોચરે તોફાની રમત રમતા 24 બોલનો સામનો કરીને 67 રન નોંધાવ્યા હતાય આ દરમિયાન 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સમીરે માત્ર 4 જ બોલ ડોટ રમ્યા હતા. સાકિબ સલીમે 3 બોલમાં 8 રન બે ચોગ્ગા વડે નોંધાવી વિકેટ ગુમાવી હતી. રાજા ભેરવાનીએ 13 બોલનો સામનો કરીને 19 રન નોંધાવ્યા હતા. નવદીપ તોમરે 6 બોલમાં 9 રન નોંધાવ્યા હતા. અપૂર્વ લાખીયાએ 12 બોલમાં 20 રન અણનમ નોંધાવ્યા હતા. શરદ કેલકરે 5 રન નોંધાવી અણનમ રહ્યો હતો. આમ પ્રથમ ઈનીંગમાં 4 વિકેટ ગુમાવીને 133 રન નોંધાવ્યા હતા.
બીજી ઈનીંગમાં મુબઈના માધવ દેઓચકે 22 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. જ્યારે અપૂર્વ લાખીયાએ 14 બોલમાં 15 રન નોંધાવ્યા હતાય શરદ કેલકરે 16 બોલમાં 37 રન નોંધાવ્યા હતા. અને નવદીપ તોમરે 9 રનનુ યોગદાન આપ્યુ હતુ. આમ બીજી ઈનીંગમાં 108 રન નોંધાવ્યા હતા.
પંજાબને મોટી ઈનીંગની ખોટ વર્તાઈ
પ્રથમ ઈનીંગ રમતા સોનુ સુદની ટીમ પંજાબ દે શેરના ઓપનરોએ 32 રનની ભાગીદારી પ્રથમ ઈનીંગમાં કરી હતી.અમિત ભલ્લાએ 16 બોલમાં 25 રન નોંધાવ્યા હતા. જ્યારે દેવ ખરોડે 13 બોલમાં 28 રન ફટકાર્યા હતા. બબ્બલ રાઈ શૂન્ય રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો. મયૂર મેહતાએ 4 રનની ઈનીંગ રમી હતી અને રાજીવ રીષીએ 15 રનનુ યોગદાન આપ્યુ હતુ. અનુજ ખુરાનાએ 14 બોલમાં 30 રનની અણનમ ઈનીંગ રમી હતી. સોનુ શૂદ શૂન્ય રનમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. આમ પ્રથમ ઈનીંગમાં 6 વિકેટ ગુમાવીને 116 રન નોંધાવ્યા હતા.
લક્ષ્યનો પિછો કરતા બીજી ઈનીંગમાં મયૂર મેહતાએ 47 રનની ઈનીંગ રમી હતી. તેણે 17 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા વડે તોફાની શરુઆત પંજાબ માટે કરી હતી. કેપ્ટન સોનુ સૂદ બીજી ઈનીંગમાં પણ શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો. મનમીતસિંહે 1 રન નોંધાવી વિરેટ ગુમાવી હતી. અમીત ભલ્લાએ 13 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. રાજીવ રીષીએ 10 રન નોંધાવ્યા હતા. દેવ ખરોડે 1 રન અને બબ્બલ રાઈએ 2 રન નોંધાવ્યા હતા. અનુજ ખુરાનાએ 11 રન અને બલરાજ સાયલે 1 રન નોંધાવ્યો હતો. દક્ષ અજીત શૂન્ય રને વિકેટ ગુમાવી હતી. આમ બીજી ઈનીંગમાં 9 વિકેટ ગુમાવીને 103 રન નોંધાવ્યા હતા.