S-400 થી AK-203 રાઈફલ, 10 મુદ્દામાં સમજો પુતિનની ભારત મુલાકાત શા માટે આટલી મહત્વપૂર્ણ છે, કયા કરારો થશે

રશિયન રાષ્ટ્રપતિએ બુધવારે ક્રેમલિનમાં વિદેશી રાજદૂતોના એક સમારોહ દરમિયાન કહ્યું, "આ ભાગીદારીથી બંને દેશોને પરસ્પર લાભ થયો છે." દ્વિપક્ષીય વેપાર ઘણી બાબતોમાં સારી ગતિ દર્શાવે છે

S-400 થી AK-203 રાઈફલ, 10 મુદ્દામાં સમજો પુતિનની ભારત મુલાકાત શા માટે આટલી મહત્વપૂર્ણ છે, કયા કરારો થશે
Vladimir Putin-PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:09 AM

Russian President Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સોમવારે એક દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરશે. આ 2+2 સંવાદમાં એશિયા-પેસિફિક ક્ષેત્ર (Asia-Pacific region)ની સ્થિતિ સહિત મુખ્ય દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત વેપાર, ઉર્જા, સંરક્ષણ, અવકાશ અને ટેકનોલોજી (India Russia Ties) ક્ષેત્રે કરારો થઈ શકે છે. 

પુતિને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ પીએમ મોદી સાથે “ખાસ કરીને વિશેષાધિકૃત” રશિયા-ભારત સંબંધોને વધુ વિકસાવવા માટે નવી પહેલોના “મોટા પાયા” પર ચર્ચા કરવા માંગે છે. રશિયન રાષ્ટ્રપતિએ બુધવારે ક્રેમલિનમાં વિદેશી રાજદૂતોના એક સમારોહ દરમિયાન કહ્યું, “આ ભાગીદારીથી બંને દેશોને પરસ્પર લાભ થયો છે.” દ્વિપક્ષીય વેપાર ઘણી બાબતોમાં સારી ગતિ દર્શાવે છે (India-Russia defense deals) ઉર્જા ક્ષેત્ર, નવીનતા, અવકાશ અને કોરોના વાયરસની રસી અને દવાઓના ઉત્પાદન સાથેના સંબંધો સક્રિય રીતે વિકસિત થઈ રહ્યા છે.

ચાલો હવે 10 મુદ્દાઓમાં પુતિનની મુલાકાત સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અને આ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવનાર કરારો જાણીએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
  1. બ્રાઝિલમાં નવેમ્બર 2019માં બ્રિક્સ સમિટ દરમિયાન બેઠક બાદ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.
  2.  પુતિનની મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર, અવકાશ, ટેકનોલોજી, ઉર્જા અને સંસ્કૃતિમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
  3.  સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન S-400 એર ડિફેન્સ સિસ્ટમનું મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવા જઈ રહ્યા છે.
  4. બંને દેશો ભારતમાં AK-203 એસોલ્ટ રાઈફલના ઉત્પાદન માટે રૂ. 5100 કરોડથી વધુના મોટા સોદા પર પણ હસ્તાક્ષર કરશે. આ રાઈફલ્સનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના અમેઠીમાં કરવામાં આવશે.
  5.  AK-203 રાઇફલ્સ ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં રજૂ કરાયેલી INSAS રાઇફલ્સનું સ્થાન લેશે. ભારતીય સેનાને આમાંથી 7.5 લાખ રાઈફલો મળવાની આશા છે.
  6.  ભારત-રશિયા સંયુક્ત સાહસ કંપની પાંચ લાખથી વધુ રાઈફલ્સના ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કરશે. જે અંતર્ગત સાત વર્ષમાં ટેક્નોલોજીનું સંપૂર્ણ ટ્રાન્સફર કરવામાં આવશે.
  7.  ANI અનુસાર, બંને પક્ષો ઇગ્લા-એસ શોલ્ડર ફાયર મિસાઇલ ડીલ પર ચર્ચા કરશે પરંતુ આ મુલાકાત દરમિયાન તેના પર હસ્તાક્ષર થવાની શક્યતા નથી.
  8.  ભારત અને રશિયા વચ્ચે રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ (RELOS) થઈ શકે છે. જે અંતર્ગત બંને દેશોની સેનાઓને એકબીજાના બેઝ પર લોજિસ્ટિક્સ અને સપોર્ટ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  9.  ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ સેરગેઈ શોઇગુ અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના રશિયન સમકક્ષ સેરગેઈ લવરોવ વચ્ચે પ્રથમ 2+2 મંત્રણા પણ નવી દિલ્હીમાં થશે.
  10.  તમામ નેતાઓ એશિયા-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને અફઘાનિસ્તાન અને સીરિયાના વિકાસ સહિત મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">