Jammu and Kashmir: જૈશ-એ-મોહમ્મદના ચાર લોકોની પુલવામામાં ધરપકડ, આતંકવાદીઓને વાહન અને અન્ય વસ્તુઓ પૂરી પાડતા હતા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે ઓપરેશન દરમિયાન જૈશના ચાર સાથીઓની ધરપકડ કરી છે. 12 માર્ચે પણ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પુલવામામાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) ચાર સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા તમામ યુવકો આતંકવાદીઓને ટ્રાન્સપોર્ટ અને અન્ય સુવિધાઓ પૂરી પાડતા હતા. 12 માર્ચે પણ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે ત્રણ અલગ-અલગ અથડામણ દરમિયાન પાકિસ્તાની જૈશ-એ-મોહમ્મદ (JeM) કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ અથડામણ કાશ્મીર ખીણના પુલવામા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં થઈ હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પુલવામાના ચેવકલાન ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ટીમ સ્થાનિક દારુલ ઉલૂમ ઈસ્લામિક મદરેસા તરફ આગળ વધી, અંદર છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક નાગરિકને ગોળી વાગી હતી.
તેમણે કહ્યું કે ઘાયલ નાગરિકની ઓળખ ચેવકલાનના રહેવાસી ઝહૂર અહેમદ શેરગોજરી તરીકે થઈ છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી ત્યારબાદ અથડામણ શરૂ થઈ.
J&K | Four active associates of JeM arrested in Pulwama, police said
During investigation of a case, it was established that four youth were actively associated with the JeM outfit providing logistic, transportation and other facilities for commission of terrorist acts: Police
— ANI (@ANI) March 13, 2022
અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંસ્થાની પવિત્રતાને ધ્યાનમાં રાખીને, ઝુંબેશ અત્યંત કાળજી અને વિચારણા સાથે હાથ ધરવામાં આવી હતી. આ અથડામણમાં, બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અથડામણ સ્થળ પરથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાની આતંકવાદી કમાન્ડર કમાલ ભાઈ ઉર્ફે જટ અને પુલવામાના કરીમાબાદના રહેવાસી આકિબ મુશ્તાક ઉર્ફે ઉસ્માન હૈદર તરીકે થઈ છે. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.
આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન અથડામણ
પ્રવક્તાએ કહ્યું કે જિલ્લાના વહીબુગ ગામમાં ચલાવવામાં આવેલા અન્ય એક આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન, સુરક્ષા દળોએ પુલવામાના પરિગામમાંથી સક્રિય આતંકવાદી રઉફ અહેમદ મીરની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો, એક પિસ્તોલ, બે મેગેઝીન, 26 કારતૂસ અને ત્રણ ગ્રેનેડ મળી આવ્યા છે.
માર્યા ગયેલા આતંકવાદીએ ઘણી ઘટનાઓને અંજામ આપ્યો હતો
પ્રવક્તાએ કહ્યું કે, પોલીસ રેકોર્ડ્સ અનુસાર, અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પોલીસ અથવા સુરક્ષા દળો અને નાગરિકો પરના હુમલાઓ સહિત અનેક આતંકવાદી ગુનામાં સામેલ જૂથનો ભાગ હતા. માર્યો ગયેલો પાકિસ્તાની આતંકવાદી 2018થી શોપિયાં-પુલવામા વિસ્તારમાં સક્રિય હતો.
પ્રવક્તાએ કહ્યું, ગાંદરબલમાં માર્યો ગયેલો આતંકવાદી આદિલ ખાન ઓક્ટોબર 2020માં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ પર હુમલો, શ્રીનગરમાં નાગરિકોની હત્યા ઉપરાંત, તૌહીદ ચોક અને ચપરગુંડ, ગાંદરબલ ખાતે ગ્રેનેડ હુમલાને સમર્થન આપવામાં અને યુવાનોને આતંકવાદી જૂથોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં પણ સામેલ હતો.