AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદના 10 ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ની કરાઈ ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 'ઓવરગ્રાઉન્ડ વર્કર' તરીકે કામ કરતા કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદના 10 'ઓવરગ્રાઉન્ડ વર્કર'ની કરાઈ ધરપકડ
Security forces deployed in Jammu and Kashmir. (પ્રતિકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 2:49 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ (Overground Workers) તરીકે કામ કરતા કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના (Jammu Kashmir Police) એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય તપાસ એજન્સીએ (State Investigation Agency) જૈશ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીના અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ અને મધ્ય જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ રાતોરાત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આ 10 ધરપકડ કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, “આતંકવાદ અને અલગતાવાદથી સંબંધિત ગુનાઓની તપાસ કરવા માટે તાજેતરમાં રચાયેલી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ દક્ષિણ અને મધ્ય કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં 10 અલગ-અલગ સ્થળોએ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડા મુખ્યત્વે જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક પર કેન્દ્રિત હતા. OGW મોડ્યુલનો ભાગ હતા અને જૈશ આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લેતા હતા તેવા 10 ઓળખાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન ઓળખ થઈ હતી

પોલીસે જણાવ્યું હતું કે, આ મોડ્યુલ યુવાનોની ભરતી કરવા, ભંડોળની વ્યવસ્થા કરવા, દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં હથિયારોની હેરફેર કરવા ઉપરાંત અન્ય સહાય પૂરી પાડવા માટે સક્રિય હતું. તાજેતરમાં SIAની રચના કરવામાં આવી હતી. આ એજન્સીને આતંકવાદ અને અલગતાવાદ સંબંધિત ગુનાઓની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. અધિકારીઓએ જણાવ્યું કે, SIA દ્વારા કરાયેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત આતંકી જૂથના ‘સ્લીપર સેલ’ તરીકે કામ કરતા 10 લોકોની ઓળખ કરવામાં આવી હતી. બંને પક્ષોને એકબીજાની ગતિવિધિઓની કોઈ જાણકારી ન હતી. આ કામદારો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા.

ઘણી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ધરપકડ કરાયેલા લોકો દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં યુવાનોની ભરતી કરવા, નાણાંની વ્યવસ્થા કરવા અને હથિયારોના પરિવહનમાં સક્રિય હતા. ઉપરાંત અન્ય લોજિસ્ટિકલ સપોર્ટ પૂરા પાડવામાં આવ્યા હતા,” એક અધિકારીએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન, તપાસ એજન્સીએ સેલ ફોન, સિમ કાર્ડ, બેંકિંગ ચેનલોનો ઉપયોગ દર્શાવતા રેકોર્ડ્સ અને એક ડમી પિસ્તોલ પણ જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકોમાં એક વ્યક્તિ પણ સામેલ છે જેના ઘરે 4 એપ્રિલ 2020ના રોજ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: શું રશિયા હેકિંગ દ્વારા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ? અહેવાલમાં થયો ખુલાસો

આ પણ વાંચો: Russia-Ukraine Conflict : જો બાઈડને અમેરિકન નાગરિકોને કહ્યું- તાત્કાલિક અસરથી યુક્રેન છોડો, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">