ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ રોડ્રિગ્સનું નિધન, ભારતીય સેનાએ શોક વ્યક્ત કર્યો

પૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સનું આજે નિધન થયું છે. 8 નવેમ્બર 2004ના રોજ તેમને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ રોડ્રિગ્સનું નિધન, ભારતીય સેનાએ શોક વ્યક્ત કર્યો
former indian army general SF Rodrigues Passed Away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:15 PM

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સનું (Sunith Francis Rodrigues) આજે નિધન થયું છે. તેમનો જન્મ 1933માં મુંબઈમાં થયો હતો. તેઓ 1990 થી 1993 સુધી ભારતીય સેનાના વડા હતા. 8 નવેમ્બર 2004ના રોજ તેમને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ  (Indian Army)ટ્વિટ કરીને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સને શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (General MM Naravane) સહિત ભારતીય સેનાના તમામ રેન્કના જનરલોએ સુનિથ ફ્રાન્સિસ રોડ્રિગ્સના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

રાષ્ટ્ર પ્રત્યે અપાર સમર્પણ અને સેવાનો વારસો

ભારતીય સેનાએ ટ્વિટ કરીને લખ્યુ કે તેઓ એક વિચાર અને વ્યૂહરચનાકાર તરીકે જાણીતા હતા. તેમણે રાષ્ટ્ર પ્રત્યે અપાર સમર્પણ અને સેવાનો વારસો પાછળ છોડી દીધો છે. રોડ્રિગ્સ 1949માં ઈન્ડિયન મિલિટરી એકેડમીની કમ્બાઈન્ડ સર્વિસીસ વિંગમાં જોડાયા અને 28 ડિસેમ્બર 1952ના રોજ આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન્ડ થયા. ઘણા ક્ષેત્ર અને ઓટોમેટિક આર્ટિલરી યુનિટમાં સેવા આપ્યા પછી, તેણે 1964માં આર્ટિલરીની એર ઓબ્ઝર્વેશન પોસ્ટ પર પાઇલટ તાલીમ માટે અરજી કરી અને આર્ટિલરી એવિએશન પાઇલટ તરીકે લાયકાત મેળવી.

1972માં વિશિષ્ઠ સેવા મેડલ મેળવ્યો

1964 અને 1969 ની વચ્ચે તેણે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પર 158 થી વધુ કલાકનો રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં 1965ના યુદ્ધ દરમિયાન 65 કલાકની લડાયક ઉડાનનો પણ સમાવેશ થાય છે. બાદમાં તેમણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં અને 1971માં નવો હોદ્દો સંભાળ્યો. 1971 માં પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, તેમને તેમની વિશિષ્ટ સેવા માટે ‘વિશિષ્ટ સેવા મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. એક બ્રિગેડિયર તરીકે, SF રોડ્રિગ્સ 1975 થી 1977 સુધી ઊંચાઈવાળા વિસ્તારમાં પર્વતીય પાયદળ બ્રિગેડની પણ કમાન સંભાળી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના કોલનો આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ, દેશમાં બની શકે છે મેડિકલ કોલેજ

આ પણ વાંચો :  NCR પ્રદેશમાં 10 વર્ષ જૂના ટ્રેક્ટર ચલાવવા પર પ્રતિબંધ ન મૂકવા માટે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

g clip-path="url(#clip0_868_265)">