Fodder Scam: સજા મળ્યા બાદ લાલુ યાદવની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- તેઓ હરાવી શકતા નથી, તેથી મને કાવતરામાં ફસાવે છે
આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે આ એક પ્રક્રિયા છે. લાલુ પ્રસાદ પહેલા પણ સજા ભોગવી ચૂક્યા છે અને તેઓ 3 વર્ષથી પણ વધુ સમયથી જેલમાં રહીને આવ્યા છે.
ભેંસોને સ્કૂટર પર લઈ જવાના 139 કરોડના પ્રખ્યાત ચારા કૌભાંડના (Fodder Scam) ડોરાંડા કેસમાં પાંચ વર્ષની સજા મળ્યા બાદ લાલુ પ્રસાદે ટ્વિટ કરીને પોતાના રાજકીય વિરોધીઓ પર પ્રહારો કર્યા છે. લાલુ પ્રસાદે (Lalu Prasad Yadav) ટ્વિટ કર્યું છે કે,
अन्याय असमानता से
तानाशाही ज़ुल्मी सत्ता से
लड़ा हूँ लड़ता रहूँगा
डाल कर आँखों में आँखें
सच जिसकी ताक़त है
साथ है जिसके जनता
उसके हौसले क्या तोड़ेंगी सलाख़ें
આ સાથે લાલુ પ્રસાદે ટ્વીટ કર્યું છે કે, હું તેમની સાથે લડું છું જેઓ લોકોને એકબીજા સાથે લડાવે છે. તેઓ હરાવી શકતા નથી, તેથી તેઓ કાવતરાં દ્વારા ફસાવે છે. ન ડર્યો કે ન નમ્યો, હું હંમેશા લડ્યો છું, લડતો રહીશ. ડરપોક લડવૈયાઓના સંઘર્ષને સમજી શક્યા નથી કે સમજી શકશે નહીં.
अन्याय असमानता से तानाशाही ज़ुल्मी सत्ता से लड़ा हूँ लड़ता रहूँगा डाल कर आँखों में आँखें सच जिसकी ताक़त है साथ है जिसके जनता उसके हौसले क्या तोड़ेंगी सलाख़ें
— Lalu Prasad Yadav (@laluprasadrjd) February 21, 2022
તેજસ્વીએ લાલુની સજા પર સવાલો ઉઠાવ્યા હતા
લાલુ પ્રસાદને સજા સંભળાવ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું છે કે ચારા કૌભાંડ બાદ દેશમાં અનેક કૌભાંડો થયા છે. પરંતુ સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સે આ કૌભાંડો પર કોઈ કાર્યવાહી કરી ન હતી. તેજશ્વીએ પૂછ્યું હતું કે શું દેશમાં માત્ર એક જ કૌભાંડ છે. શું સીબીઆઈ વિજય માલ્યા, નીરવ મોદી જેવા લોકોને ભૂલી ગઈ? તે જ સમયે તેજસ્વીએ કહ્યું કે જેણે ઘાસચારા કૌભાંડની તપાસનો આદેશ આપ્યો તેને જેલમાં મોકલવામાં આવ્યો. બિહારમાં ઘણા મોટા કૌભાંડ થયા છે, સૃજન કૌભાંડની રિકવરી કોણ કરાવશે.
CM નીતિશે ઈશારામાં ટોણો માર્યો
આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે આ એક પ્રક્રિયા છે. લાલુ પ્રસાદ પહેલા પણ સજા ભોગવી ચૂક્યા છે અને તેઓ 3 વર્ષથી પણ વધુ સમયથી જેલમાં રહીને આવ્યા છે. આ સાથે નીતીશ કુમારે ટોણો મારતા કહ્યું કે આ મામલે શું કહેવું, જે લોકો કેસ કરે છે તેઓ તેમની સાથે છે. તે પહેલા તેમની સાથે હતા પછી મારી સાથે આવ્યા અને ફરી તેમની સાથે ગયા. મુખ્યમંત્રી નીતિશ કુમાર આરજેડી નેતા શિવાનંદ તિવારી તરફ ઈશારો કરી રહ્યા હતા.
આ પણ વાંચો : UP Assembly Election: લખનૌમાં કેજરીવાલે કહ્યું- PM મોદીએ દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે
આ પણ વાંચો : UP Election 2022 : અનુરાગ ઠાકુરે કહ્યુ ‘અખિલેશ યાદવ 100 બેઠક પણ નહી જીતી શકે’, પરિણામ બાદ EVMને કહેશે બેવફા