UP Election 2022 : અનુરાગ ઠાકુરે કહ્યુ ‘અખિલેશ યાદવ 100 બેઠક પણ નહી જીતી શકે’, પરિણામ બાદ EVMને કહેશે બેવફા
આ વખતે ભાજપે ફરી એકવાર પ્રકાશ દ્વિવેદી પર દાવ રમ્યુ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે બાંદા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના (Uttar Pradesh elections) ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ ભાજપે (BJP) ચોથા તબક્કા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સતત જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. જ્યારે સીએમ યોગીએ (CM Yogi Adityanath) રાજ બરેલીમાં જાહેર સભાને સંબોધિત કરી તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુર (Anurag Thakur) ચૂંટણી પ્રચાર માટે બાંદા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા બીજેપી નેતાએ દાવો કર્યો કે સપા (Samajwadi Party) 100 બેઠકો પણ નહી જીતી શકે.
તેમણે કહ્યું કે બુંદેલખંડમાં ફરી એકવાર કમળ ખીલવા જઈ રહ્યું છે. મતદારોની લહેર જોઈને સૌ કોઈ સરળતાથી જાણી શકે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) તો ત્યાં સુધી કહ્યું કે સાત તબક્કા પછી પણ અખિલેશ યાદવ 100 સીટો અંકે નહી કરી શકે.
તેમણે કહ્યું કે 10 માર્ચ પછી સપા અધ્યક્ષ કહેશે કે ઈવીએમ બેવફા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાંદામાં અનુરાગ ઠાકુરે બીજેપી ઉમેદવાર પ્રકાશ દ્વિવેદીના સમર્થનમાં રોડ શો કરીને વોટની અપીલ કરી હતી. બાંદામાં ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભાજપે બાંદા બેઠક પરથી પ્રકાશ દ્વિવેદીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, મંજુલા વિવેક સિંહ અને ધીરજ રાજપૂત સપા તરફથી બસપાના ઉમેદવાર છે. આ બેઠક પર તમામ ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. 2017માં બાંદામાં 59.22 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં બાંદામાં કેટલું મતદાન થયું તે તો 23 ફેબ્રુઆરીએ સાંજે જ ખબર પડશે.
‘અખિલેશ 100 બેઠકો પણ નહી જીતી શકે’
તમને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશ દ્વિવેદીએ બાંદા બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે 2012 અને 2007માં કોંગ્રેસના વિવેક કુમાર સિંહ વિધાનસભા પહોંચ્યા હતા. આ વખતે ભાજપે ફરી એકવાર પ્રકાશ દ્વિવેદી પર દાવ રમ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે બાંદા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે એસપી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે અખિલેશ યાદવ 100 સીટો પણ પાર કરી શકશે નહીં અને 10 માર્ચ પછી ફરી એકવાર ઈવીએમને દોષિત ઠેરવશે.
જૂના ઉમેદવાર પર ભાજપનો દાવ
યુપીમાં 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. ચોથા તબક્કામાં 9 જિલ્લાની 60 બેઠકો પર મતદાન થવાનું છે. આ દરમિયાન 624 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. ચોથા તબક્કામાં લખનૌ, લખીમપુર ખેરી, રાયબરેલી, બાંદા, ઉન્નાવ અને ફતેહપુર હરદોઈ, પીવીભીત, સીતાપુરમાં મતદાન થશે. ભાજપે ફરી એકવાર જૂના ધારાસભ્ય પર દાવ રમ્યો છે.
Akhilesh won’t be able to cross even 100 after seven phases. On 10th March (counting of votes) he’ll say ‘EVM bewafa hai’. He’ll lose from Karhal too. SP’s ‘gunda raj’, ‘mafia raj’ and collusion with terrorists will not be accepted by people: Union Min Anurag Thakur in Banda, UP pic.twitter.com/iV7vrnpIWy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 21, 2022
આ પણ વાંચોઃ
UP Election 2022: પીલીભીતમાં અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યુ હતુ વચન
આ પણ વાંચોઃ