અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું જેસલમેરમાં 3 વાર લેન્ડિગ નિષ્ફળ, પડીકે બંધાયા મુસાફરોના જીવ

અમદાવદથી જેસલમેર જતી ફ્લાઈટમાં તકનીકી ખામી આવી ગઈ હતી. જેને કારણે એક કલાક સુધી તે આકાશમાં ફરતી રહી. જેસલમેર એરપોર્ટ પર 3 વાર લેન્ડિંગ નિષ્ફળ થયું હતું.

અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું જેસલમેરમાં 3 વાર લેન્ડિગ નિષ્ફળ, પડીકે બંધાયા મુસાફરોના જીવ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 21, 2021 | 12:54 PM

તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં લેન્ડીંગ ત્રણ વાર ગેલ થવાના કારણે વિમાન એક કલાક સુધી આકાશમાં ઉડતું રહ્યું. અને ત્યાર બાદ તેને પાછું જ્યાંથી ઉડાન ભરી હતી ત્યાં પાછું લઇ જવામાં આવ્યું. જી હા આ ઘટના અમદાવાદથી જેસલમેર જઈ રહેલી સ્પાઇસજેટની છે. જેમાં લગભગ એક કલાક સુધી યાત્રીઓના જીવ અદ્ધર થઇ જવા પામ્યા હતા. જી હા બાદમાં આ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર પાછી લાવવામાં આવી. અને સાંજના સમયે ફ્લાઈટને અન્ય પાયલોટ દ્વારા જેસલમેર માટે રવાના કરવામાં આવી હતી.

શનિવારે અમદાવાદથી જેસલમેર જઇ રહેલી સ્પાઇસજેટની (Spicejet) ફ્લાઇટમાં હંગામો મચી ગયો હતો. જાણવા મળ્યું છે કે કેટલીક તકનીકી ખામીને કારણે પાયલોટ વિમાનને લેન્ડ કારવાઈ શક્યા નહીં. તેથી વિમાન લગભગ એક કલાક આકાશમાં ઉડતું રહ્યું. પાયલોટે જેસલમેર એરપોર્ટ પર ત્રણ વાર પ્લેન ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રણેય વાર પ્રયાસ નિષ્ફળ ગયા. અને આખરે ફ્લાઇટને પાછી અમદાવાદ લાવવામાં આવી. આ દરમિયાન મુસાફરોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં બેઠેલા ઘણા મુસાફરો રડવા પણ લાગ્યા હતા. બાદમાં સાંજે બીજા પાયલોટે ફરીથી ઉડાન ભરીને તમામ મુસાફરોને જેસલમેર પહોંચાડ્યા હતા.

ખાનગી અખબારના અહેવાલ અનુસાર સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર એસજી 3012 શનિવારે બપોરે 12.30 વાગ્યે અમદાવાદથી જેસલમેર માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટને બપોરના 1 વાગ્યે જેસલમેર પહોંચવાનું હતું, પરંતુ તકનીકી ખામીને કારણે પાયલોટ્સ ફ્લાઇટને એરપોર્ટ પર ઉતારી શક્યા ન હતા. પાયલોટે ત્રણ વાર ઉતરવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિમાં જેસલમેરના આકાશમાં ફ્લાઇટ લગભગ એક કલાક સુધી ફરતી રહી. આ સમયે માહિતી અનુસાર યાત્રા કરી રહેલા મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. મુસાફરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેમજ મળેલી માહિતી અનુસાર ઘણા મુસાફરો રડવા પણ લાગ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફરીથી ઉડાન ભરી

બપોરના બે વાગ્યે પાયલોટે ફ્લાઈટને પછી અમદાવાદ તરફ લાવ્યા હતાતો. છેવટે 2.40 વાગ્યે આ વિમાન સુરક્ષિત રીતે અમદાવાદમાં ઉતર્યું હતું. આ પછી લગભગ બે કલાક બાદ ફ્લાઇટને ફરીથી અન્ય પાયલોટ સાથે અમદાવાદથી રવાના કરવામાં આવી હતી. આ સમયે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ફ્લાઇટ સલામત રીતે જેસલમેરમાં ઉતરવામાં સફળ રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">