AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયબર ઠગના ચક્રવ્યૂહમાં ફસાયો યુવક, સસ્તા ફ્લેટની લાલચ આપી અને ગુમાવ્યા કરોડો રૂપિયા

43 વર્ષીય યુવકને સસ્તા ફ્લેટની લાલચ આપીને તેની સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ 6 વર્ષની અંદર અંદાજીત 215 વખત પૈસાની માંગણી કરી અને યુવક સાથે છેતરપિંડી કરી હતી.

સાયબર ઠગના ચક્રવ્યૂહમાં ફસાયો યુવક, સસ્તા ફ્લેટની લાલચ આપી અને ગુમાવ્યા કરોડો રૂપિયા
| Updated on: Jun 20, 2025 | 1:57 PM
Share

મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય શેખર પાટીલને સસ્તા ફ્લેટની લાલચ આપીને તેની સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર નકલી જાહેરાત બતાવીને તે વ્યક્તિને છેતર્યો હતો અને અલગ-અલગ બહાનાઓ કરી તેની પાસેથી કુલ 1.07 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

ફરિયાદ બાદ, સાયબર સેલે આગળ કાર્યવાહી કરી અને થાણે જિલ્લાના બદલાપુરથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે, આ કેસમાં વધુ પીડિતો હોઈ શકે છે.

ફેસબુકથી શરૂ થયો આ છેતરપિંડીનો બનાવ

ધ ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ, પીડિત શેખર પાટિલ 2BHK ફ્લેટ ખરીદવા માંગતો હતો. ફેસબુક પર સ્ક્રોલ કરતી વખતે, તેણે એક પેજ પર સસ્તા ફ્લેટની જાહેરાત જોઈ અને તેણે પેજ પર આપેલા ઈમેલ પર સંપર્ક કર્યો.

આરોપીએ પોતાને બિલ્ડરનો એજન્ટ હોવાનો દાવો કર્યો હતો. જણાવી દઈએ કે, આરોપીએ પહેલા શેખર પાટીલનો વિશ્વાસ જીત્યો અને એક ફોર્મ ભરાવ્યું જેમાં વ્યક્તિગત માહિતી માંગવામાં આવી હતી.

215 વાર પૈસા વસૂલીને શિકાર બનાવવામાં આવ્યો

આરોપીએ શરૂઆતમાં રજીસ્ટ્રેશન ફીના નામે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેણે વારંવાર MHADA ક્લિયરન્સ, BMC NOC વગેરે જેવા વિવિધ નકલી દસ્તાવેજોના નામે પૈસાની માંગણી કરી હતી.

પીડિતે 2018 થી 2024 એટલે કે, 6 વર્ષમાં કુલ 215 વાર ટ્રાન્ઝેક્શન કરીને 1.07 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આટલું કર્યા બાદ યુવકને કોઈ ફ્લેટ મળ્યો નહોતો. જ્યારે યુવકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે 3 જૂન, 2025ના રોજ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર સેલે આરોપીની ધરપકડ કરી

તપાસ દરમિયાન પોલીસે ઈમેલ, બેંક એકાઉન્ટ, ફેસબુક પેજ અને આઈપી લોગની મદદથી આરોપી સાન્યમ દેવમણિ પાંડે સુધી પહોંચી ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી. આરોપીએ ફ્લેટ વેચવાના નામે નકલી ફેસબુક પેજ બનાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરી હતી.

પોલીસને શંકા છે કે, આરોપીએ આ રીતે બીજા લોકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હશે. પોલીસ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર દેખાતી કોઈપણ ઓફર પર તપાસ કર્યા વિના પૈસા ન મોકલવા.

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">