રાહુલ ચહરે હેટ્રીક સહિત પાંચ વિકેટ ઝડપી, મધ્યપ્રદેશ સામે રાજસ્થાનની જીત

રાહુલ ચહરે હેટ્રીક સહિત પાંચ વિકેટ ઝડપી, મધ્યપ્રદેશ સામે રાજસ્થાનની જીત
leg spinner Rahul Chahar

લેગ સ્પિનર રાહુલ ચહરે (Rahul Chahar) શાનદાર બેટીંગ કરીને રાજસ્થાન (Rajasthan) ને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં મધ્યપ્રદેશ (Madhya Pradesh) ને 10 રન થી હરાવી દીધુ હતુ. 149 રનના લક્ષ્યનો પીછો કરતા મધ્યપ્રદેશ ને રાહુલ ના પ્રદર્શને 8 વિકેટે 138 રન પર રોકી લીધુ હતુ.

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 9:09 AM

લેગ સ્પિનર રાહુલ ચાહરે (Rahul Chahar) શાનદાર બેટીંગ કરીને રાજસ્થાન (Rajasthan) ને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં મધ્યપ્રદેશ (Madhya Pradesh) ને 10 રન થી હરાવી દીધુ હતુ. 149 રનના લક્ષ્યનો પીછો કરતા મધ્યપ્રદેશ ને રાહુલ ના પ્રદર્શને 8 વિકેટે 138 રન પર રોકી લીધુ હતુ. રાહુલ ચાહરે 14 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન તેણે હેટ્રીક પણ કરી હતી. આ પહેલા મહિપાલ લોમરોડ ( Mahipal Lomrod) એ અર્ધ શતક લગાવ્યુ હતુ. મધ્યપ્રદેશ માટે આવેશ ખાન એ ચાર અને કુલદિપ સેન એ ત્રણ વિકેટ ઝડપી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાનની આ સાથે લગાતાર બીજી જીત છે. જ્યારે મધ્યપ્રદેશને પ્રથમ હાર મળી છે.

રાજસ્થાનના 149 રનના લક્ષ્યનો પીછો કરવા દરમ્યાન મધ્યપ્રદેશે ઝડપી શરુઆત કરી હતી. વેંકટેશન ઐયર એ 27 અને અર્પિત ગૌડ એ 15 રનની મદદ થી છ ઓવરમાં ટીમનો સ્કોર 40ને પાર કરાવી દીધો હતો. તેમણે દિપક ચૌધરી અને અનિકેત ચૌધરી તેમજ ખલીલ અહમદ જેવા બોલરોનો શાનદાર સામનો કર્યો હતો. જોકે છઠ્ઠી ઓવરમાં રાહુલ ચાહરે આવતા જ મધ્યપ્રદેશની ઇનીંગ પાટા પર થી ઉતરી ગઇ હતી. રાહુલે લગાતાર બે બોલમાં વેંકટેશ અને રજત પાટીદારને આઉટ કરી દીધા હતા. આમ MP નો સ્કોર 40 રન પર 2 વિકેટ થઇ ગયો હતો. સાથે જ રાહુલ હેટ્રીક પર આવી ગયો હતો. તેણે આગળની ઓવરમાં આવીને પહેલી જ બોલમાં અર્પિતને પણ આઉટ કરી લેતા તેની હેટ્રીક થઇ ગઇ હતી.

રાહુલની હેટ્રીક બાદ મેચ આગળ ચાલતા મધ્યપ્રદેશનો સ્કોર 51 રન પર 6 વિકેટ થઇ ગયો હતો. જોકે કેપ્ટન પાર્થ સાહની ક્રિઝ પર જામી જતા તેણે બીજા છેડા થી રાજસ્થાન પર હુમલો કરવો શરુ કર્યો હતો. સાહનીએ ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદ થી 45 બોલમાં 74 રન કર્યા હતા. જોકે તેની આ પારી એમપીને જીત ના અપાવી શકી. આખરી ઓવરના ચોથા બોલ પર તે પણ વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે આ પહેલા રાજસ્થાનની બેટીંગ પણ ખરાબ રહી હતી, પ્રથમ દાવમાં અંકિત લાબાએ 32 રનની પારી રમી હતી. જયારે મહિપાલે 51 રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં 50 રન પુરા કર્યા હતા. તેના આઉટ થતા જ ટીમમાં આવન જાવન શરુ થઇ ગઇ હતી. એક સમયે રાજસ્થાનની ટીમ પણ 117 રન ત્રણ વિકેટે હતી તે 147 રનમાં જ સમેટાઇ ગઇ હતી. આમ 31 રનના અંતરમાં જ સાત વિકેટ ગુમાવી દીધી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati