Breaking News: આજે સાંજે મળશે મોદી કેબિનેટ 3.Oની પ્રથમ બેઠક, સંસદ સત્ર વહેલુ બોલાવવા અંગે થઈ શકે ચર્ચા-સૂત્ર
નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન અપાયુ છે અને 33 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મહિલા સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આમાં રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણનું નામ પણ સામેલ છે.

મોદી કેબિનેટ 3.0ની આજે સાંજે પાંચ વાગ્યે પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં સંસદનું સત્ર વહેલુ બોલાવવા અંગે ચર્ચા થઈ શકે છે. થોડા દિવસોમાં પાર્લામેન્ટનું મોનસુન સેશન મળવા જઈ રહ્યુ છે.
નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન અપાયુ છે અને 33 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મહિલા સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણનું નામ પણ સામેલ છે. તો ગુજરાતથી નવનિયુક્ત સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યુ છે.
2019માં જ્યારે મોદી 2.0 સરકારની રચના થઈ અને મંત્રીઓએ શપથ લીધા ત્યારે તેમની સરેરાશ ઉંમર 61 વર્ષની હતી. જો કે, વર્ષ 2021માં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે સરેરાશ વય 3 વર્ષ ઘટીને 58 વર્ષ થઈ ગઈ. મતલબ કે સરેરાશ ઉંમરની બાબતમાં મોદી સરકાર આ વખતે પણ પાછલા રેકોર્ડને રિપીટ કરતી જોવા મળી શકે છે.
અનુરાગ, રૂપાલા અને રાણે કેબિનેટમાંથી બહાર
PM મોદીના બીજા કાર્યકાળમાં CCS (હોમ, ડિફેન્સ, ફાઇનાન્સ અને ફોરેન)માં સામેલ ચાર ચહેરાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને એસ જયશંકરને ફરીથી કેબિનેટમાં તક મળી છે. પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, પ્રહલાદ જોશી અને હરદીપ પુરી પણ નવી સરકારનો હિસ્સો બન્યા છે. જો કે, અનુરાગ ઠાકુર, પરશોત્તમ રૂપાલા, રાજીવ ચંદ્રશેખર, સ્મૃતિ ઈરાની અને નારાયણ રાણે જેવા દિગ્ગજોને આ વખતે સરકારમાં સામેલ કરવામાં આવ્યા નથી. અનુરાગ, રૂપાલા અને રાણે પણ ચૂંટણી જીત્યા. કેરળમાં પહેલીવાર ભાજપને જીત અપાવનાર સુરેશ ગોપીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. લુધિયાણાથી ચૂંટણી હારી ગયેલા રવનીત સિંહ બિટ્ટુને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. બિટ્ટુ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
6 પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટ મંત્રી બનાવાયા
છ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જેમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), મનોહર લાલ (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક), જીતન રામ માંઝી (બિહાર), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ)ના નામ સામેલ છે. રાજનાથ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.