રેલવેના પંખાની કેમ નથી થતી ચોરી? જાણો ટ્રેનના પંખાની ખાસિયત

ભારતીય રેલ્વેમાં લગાવવામાં આવતા પંખા એક એવી વસ્તુ છે, જેને કોઈ ચોરી કરવાનો પ્રયાસ પણ કરતું નથી. રેલવેના પંખાઓમાં એવું શું છે, જે કોઈ ચોરી કરતું નથી. શું તેનો ઉપયોગ કરવાથી વધુ વીજળી બિલ આવે છે?

રેલવેના પંખાની કેમ નથી થતી ચોરી? જાણો ટ્રેનના પંખાની ખાસિયત
Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 5:43 PM

દરેક દેશમાં કેટલાક બદમાશો છે, જે જાહેર સંપત્તિને બિનજરૂરી નુકસાન પહોંચાડે છે. એ જ રીતે ઘણા લોકો ટ્રેન અને રેલવે સ્ટેશનનો સામાન વેચીને પૈસા મેળવે છે. ટ્રેનના દરેક કોચમાં ઘણા પંખાઓ હોય છે, પરંતુ કોઈ તેને ચોરી કરતું નથી. આ પાછળનું કારણ ભારતીય રેલ્વેએ આ પંખાઓને એ રીતે ડિઝાઇન કરી છે. જેના કારણે આ પંખાઓ બહાર કોઈના કામના રહેતા નથી. આ પંખા બહાર કેમ નથી કરતા કામ?

આ પંખા માત્ર ટ્રેનોમાં જ કેમ ચાલે છે?

એક સમયે ટ્રેનમાં વધારે ચોરી થતી હતી. જેના કારણે ભારતીય રેલ્વેને મોટું નુકસાન થઈ રહ્યું હતું. આવામાં ચોર ટ્રેનના પંખાની ચોરી કરીને તેને બજારમાં વેચી દેતા હતા. ભારતીય રેલવેએ આ ચોરીની ઘટનાને અટકાવવા માટે અનોખો પ્રયોગ કર્યો છે. જે બાદ આ પંખાની ચોરી બંધ થઈ ગઈ છે. ભારતીય રેલ્વેએ પંખા ડિઝાઇન કરવા માટે એન્જિનિયરો મળ્યા હતા જે બહાર ચાલી શકે નહિં. આવી સ્થિતિમાં, જો કોઈ ચોર આ પંખાની ચોરી કરે તો પણ તેમના માટે આ પંખા ફક્ત ભંગાર સમાન હોય છે.

આ ટેક્નોલોજીનો કરવામાં આવે છે ઉપયોગ

હાલમાં બે પ્રકારની વીજળીનો ઉપયોગ થાય છે. પ્રથમ અલ્ટરનેટિવ કરંટ (AC) છે, જ્યારે બીજો ડાયરેક્ટ કરંટ (DC) છે. ACમાં જે વીજળીનો ઉપયોગ ઘરમાં થાય છે, જે 220 વોલ્ટની વિજળી હોય છે. જેમાં, જો ડીસીનો ઉપયોગ કરવામાં આવે તો આ પાવર માત્ર 5, 12 અથવા 24 વોલ્ટનો જ હોય છે. ટ્રેનોમાં જે પંખા લગાવવામાં આવે છે. તેઓ 110 વોલ્ટ પર કામ કરે છે. ટ્રેનના પંખાઓ ફક્ત ડાયરેક્ટ કરંટ (DC) પર ચાલે છે. હવે તમે સમજી જ ગયા હશો કે જો કોઈ આ પંખાઓ ચોરી લે તો પણ આ પંખા તેના માટે કોઈ કામના રહેતા નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઘરે ચાલી શકે છે આ પંખા ?

ઘરમાં ડાયરેક્ટ કરંટ(DC) વિજળીનો ઉપયોગ થાય છે, પરંતુ તે માત્ર 5, 12 કે 24 વોલ્ટના જ હોય છે. આનાથી વધુ ઉપયોગ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં આ પંખા ઘરોમાં કોઈ કામના નથી. આ પંખા ફક્ત ટ્રેનમાં જ ચલાવી શકાય છે.

પહેલી ટ્રેન ક્યારે દોડી

ભારતમાં 16 એપ્રિલ 1853ના રોજ પહેલી ટ્રેન બોરી બંદર (બોમ્બે) અને થાણે વચ્ચે 34 કિ.મી. દૂર દોડી હતી. આ સાહેબ, સુલતાન અને સિંધ નામના 3 એન્જિનો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ 16 એપ્રિલ 1853ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે લગભગ 400 યાત્રીઓને લઇને રેલવેના ડબ્બા બપોરે 3.30 વાગે બોરી બંદરથી “એક વિશાળ ભીડની જોરદાર તાળીઓ અને 21 તોપોની સલામી વચ્ચે રવાના થઇ હતી. આ સાંજે લગભગ 4.45 વાગે થાણે પહોંચી હતી. એટલે કે આ સફર આ ટ્રેને એક કલાક 15 મિનિટમાં પૂરી કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">