Ahmedabad : પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યા પ્રમાણે ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 12 જાન્યુઆરી, 2023 ગુરુવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને 03.15 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે.
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યા પ્રમાણે ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 12 જાન્યુઆરી, 2023 ગુરુવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને 03.15 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09140 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.
ટ્રેન નંબર 09139 અને 09140નું બુકિંગ 11 જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
13 થી 17 જાન્યુઆરી સુધી સૈજપુર -અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 (ઓમનગર) બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ- હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન પર સૈજપુર-અસારવા રેલવે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 km406/8-9 (ઓમનગર રેલ્વે ક્રોસિંગ) ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે 13 જાન્યુઆરી 2023ના રોજ સવારે 8 વાગ્યાથી 17 જાન્યુઆરી 2023 ના સાંજે 20:00 વાગ્યા સુધી (5 દિવસ માટે) બંધ રહેશે. સડક ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન મેમ્કો રોડ ઓવર બ્રિજ (ROB) અને ચામુંડા રોડ ઓવર બ્રિજ (ROB) દ્વારા મુસાફરી કરી શકે છે.