છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન- જાણો કારણ
ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મુકી રહ્યા છે.
એકલા ભારતમાં જ નહીં વિશ્વમાં કૃષિક્ષેત્ર સામે આવી રહેલા પડકારો વચ્ચે દુનિયાના 65થી વધુ દેશોના ખેડૂતો છેલ્લા એક વર્ષ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. જેમા સારા નિકાસદરો વિનિમય દરોથી લઈ ટેક્સમાં ઘટાડા સહિતની માગણીઓ સામેલ છે.
જર્મની અને ફ્રાંસના ખેડૂતો ડીઝલ સબસિડી મુદ્દે પરેશાન
વર્તમાન વર્ષની શરૂઆર્તથી જર્મની, ફ્રાંસ અને ઈટાલીના ખેડૂતોએ પોષણક્ષમ ભાવો અને ડીઝલ સબસિડી મુદ્દે પોતાના દેશમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેમા કેટલાક અંશે સમાધાન થયુ છે. તેમ છતા યુરોપિયન યુનિયનમાં જોડાયેલા દેશોના ખેડૂતો પડતર માગણી મુદ્દે નક્કર સમાધાન ઈચ્છે છે. બેલ્જિયમમાં બ્રસેલ્સમાં આવેલી યુરોપિયન યુનિયનની વડામથકે ટ્રેક્ટર રેલી કાઢીને ખેડૂતો દેખાવો કરેલા છે. યુરોપમાં યુક્રેનથી આવતા સસ્તા અનાજની સસ્તા અનાજની સ્પર્ધા સ્થાનિક ખેડૂતો કરી શક્તા નથી.
આર્જેન્ટિનામાં દુષ્કાળની સ્થિત વચ્ચે ખેડૂતોની કફોડી સ્થિતિ
છેલ્લા એક વર્ષ દરમિયાન દક્ષિણ અમેરિકાના 67 ટકા દેશોના ખેડૂતો કોઈને કોઈ માગણી સંદર્ભે રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોની આ માગણી એવા સમયે પ્રબળ બની જ્યારે આર્જેન્ટિનામાં ભારે દુષ્કાળની સ્થિતિ છે. જેમા પાકને ભારે નુકસાન થઈ રહ્યુ છે અને ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. આ તરફ બ્રાઝિલમાં ખેડૂતોએ એટલે વિરોધ કરી રહ્યા છે કે સંશોધિત મકાઈને કારણે બજારોમાં ભારે હરિફાઈનું વાતાવરણ છે. વેનેઝુએલામાં ખેડૂતોએ સસ્તા ડીઝલની માગને લઈને પ્રદર્શન કર્યુ. કોલંબિયામાં પણ અનાજના સારા દામ નહીં મળતા ખેડૂતો પ્રદર્શન કરી ચુક્યા છે.
આ દરમિયાન યુરોપના લગભગ 47 ટકા દેશોમાં ખેડૂતોને વિરોધ કરવાની ફરજ પડી છે. પાકના વાજબી ભાવ ન મળવા, વધતા ખર્ચ, ઓછી કિંમતની આયાત અને યુરોપિયન યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલા પર્યાવરણીય નિયમો જેવા કારણો આના માટે જવાબદાર હતા. ઉદાહરણ તરીકે, ફ્રેન્ચ ખેડૂતો ઓછી કિંમતની આયાત, સબસિડીનો અભાવ અને ઉત્પાદનના ઊંચા ખર્ચ સામે વિરોધ કરવા માટે શેરીઓમાં ઉતર્યા.
કોસ્ટારિકાના ખેડૂતોનું રાહત પેકેજ માટે વિરોધ પ્રદર્શન
આ તરફ ઉત્તર અને મધ્ય અમેરિકાના 35 ટકા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. મેક્સિકોના ખેડૂતોને મકાઈ અને ઘઉંના યોગ્ય દામ નહીં મળતા તેમની સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોસ્ટારિકાના ખેડૂતો બેંકના દેવામાં જીવી રહ્યા છે અને રાહત પેકેજ ઝંખે છે. આજ સપ્ટેમ્બર મહિનામાં ચિહુઆહુઆ નામના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતો અમેરિકાને પાણીની નિકાસ કરવાના મુદ્દે નારાજ છે અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો.
આ દરમિયાન આફ્રિકાના લગભગ 22 ટકા દેશો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત સપ્ટેમ્બરમાં કેન્યામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ યોગ્ય કિંમત ન મળતા બટાટા રસ્તા પર ફેંક્યા હતા. બેનિનમાં કોકોની ખેતી જમીન સંપાદનના કારણે નષ્ટ થઈ રહી છે.
આ પણ વાંચો: ગીરગઢડાની બુટલેગર મહિલા પર પોલીસકર્મીઓનો બળાત્કાર? દુષ્કર્મની ફરિયાદ બાદ 4 આરોપીની ધરપકડ- વીડિયો
કેમરૂન અને નાઈજીરિયામાં કોકોની નિકાસ બંધ કરતા સરકારના નિર્ણય સામે ખેડૂતોએ બાંયો ચડાવી હતી. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ખેડૂત આંદોલનોથી બાકાત રહ્યા નથી. ન્યુઝીલેન્ડમાં ખાદ્ય ઉત્પાદનો પર સરકારી નિયમોનો ખેડૂતોએ વિરોધ કર્યો. ઓસ્ટ્રેલિયામાં ખેડૂતોએ હાઈ વોલ્ટેજ અને ઓવર હેડ પાવર લાઈનો પોતાની જમીનમાંથી નાખામાં આવતા વિરોધ પ્રદર્શન કર્યા હતા.
એશિયામાં 21 ટકા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શનની ઘટના સામે આવી છે. જેમા ભારતમાં 9 રાજ્યોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં સામેલ છે.