AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરગઢડાની બુટલેગર મહિલા પર પોલીસકર્મીઓનો બળાત્કાર? દુષ્કર્મની ફરિયાદ બાદ 4 આરોપીની ધરપકડ- વીડિયો

ગીરગઢડાની બુટલેગર મહિલા પર પોલીસકર્મીઓનો બળાત્કાર? દુષ્કર્મની ફરિયાદ બાદ 4 આરોપીની ધરપકડ- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2024 | 9:55 PM
Share

ગીર સોમનાથના ગીર ગઢડામાં મહિલા બુટલેગરે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલા પતિના અવસાન બાદ દારૂના વ્યવસાય સાથે જોડાઈ હતી અને દારૂના હપ્તાની સાથે પોલીસકર્મીઓએ વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ ત્રણ પોલીસકર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાખી પર લાગ્યો છે દાગ, વાત છે ગીર ગઢડા ગામની જ્યા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ બે પોલીસકર્મી, 1 હોમગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓ સામે બુટલેગર મહિલાનો આરોપ છે કે પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા તે દારૂના વ્યવસાય સાથે જોડાઈ હતી. જો કે દારૂના હપ્તા સાથે પોલીસકર્મીઓએ એક વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ.

દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલાનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા બુટલેગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યાર સુધી ફરિયાદી મહિલા વિરૂદ્ધ 6 પોલીસ કેસ નોંધાઇ ચૂક્યા છે.  કેટલાક કેસમાં તેની અટક પણ કરવામાં આવી હતી. જે આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમાં, સલીમ મકરાણી છે જે હેડ ક્વાટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, મોહન મકવાણા જે ગીરગઢડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો, ત્રીજો આરોપી હનીફ શાહમદાર છે જે હોમગાર્ડ તરીકે સેવા બજાવતો હતો. જ્યારે અન્ય એક નાગરિક પરેશ સિંગોડ છે જેણે પોલીસકર્મીની ઓળખ આપી હતી. આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરીછે. SPનો દાવો છે કે આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: ભાવનગર: આહીર આગેવાન ગીગા ભમ્મરની ચારણ-ગઢવી સમાજ પર વિવાદી ટિપ્પણીથી લોકસાહિત્યકારોમાં ભભૂક્યો રોષ, કડક કાર્યવાહીની માગ- વીડિયો

મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ જ ગીરસોમનાથ જિલ્લાની પોલીસ પર તોડકાંડનો આરોપ લાગ્યો હતો, ACBની રેડમાં ફસાયેલા કેટલાક પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ થઇ હતી. જોકે તોડકાંડ બાદ હવે દુષ્કર્મનો આરોપ લાગતા ખાખી પર વધુ એક દાગ લાગ્યો છે. હવે જોવાનુ રહેશે ઝડપાયેલા આરોપીઓ સામે કેવી કડક કાર્યવાહી થાય છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">