દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – આંદોલન કરવાનો અધિકાર છે, રસ્તો રોકવાનો નહીં

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના સંગઠનોને રસ્તાઓ પરથી હટવા અંગે પોતાનો પ્રતિભાવ દાખલ કરવા માટે સમય આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે તમને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તમે રસ્તો રોકી શકતા નથી.

દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - આંદોલન કરવાનો અધિકાર છે, રસ્તો રોકવાનો નહીં
Farmers Protest

સુપ્રીમ કોર્ટે દિલ્હીની (Delhi) સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોના (Farmers) રસ્તા બંધ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરહદ પરથી ખેડૂતોને હટાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સમય આપતા આગામી સુનાવણી 7 ડિસેમ્બરે નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના સંગઠનોને રસ્તાઓ પરથી હટવા અંગે પોતાનો પ્રતિભાવ દાખલ કરવા માટે સમય આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે રસ્તાઓ સ્વચ્છ હોવા જોઈએ. તેમણે કહ્યું કે અમે વારંવાર કાયદા ઘડી શકતા નથી. તમને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તમે રસ્તો રોકી શકતા નથી. હવે કોઈક ઉપાય શોધવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રસ્તાઓ રોકી શકાતા નથી. લોકોને તે રસ્તાઓ પર આવવું અને જવું પડે છે. અમને રોડ જામના મુદ્દે સમસ્યા છે.

બંને પક્ષે દલીલો રજૂ કરી
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર પહેલેથી જ સ્ટે મૂકી દીધો છે. કેટલીકવાર આંદોલન વાસ્તવિક કારણોસર નહીં પરંતુ અન્ય કારણોસર થાય છે. તેનો વિરોધ કરતા દુષ્યંત દવેએ કહ્યું કે શું કૃષિ કાયદો પરોક્ષ મુદ્દો છે? તેઓ ખેડૂતોની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

પંજાબ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હીની સિંગુર, ટિકરી અને ગાઝીપુર સરહદ પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે આ ત્રણ કૃષિકાયદાને નાબૂદ કરવામાં આવે અને એમએસપીને લઈને કાયદાકીય ગેરંટી આપવામાં આવે. આંદોલન કરી રહેલા ખેડૂતોને ભય છે કે નવા કૃષિકાયદાથી એમએસપી ખતમ થઈ જશે. જોકે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે કે ‘એમએસપી હતી, છે અને રહેશે.’

 

આ પણ વાંચો : UP Assembly Election: જો યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો છોકરીઓને મળશે સ્કૂટી અને સ્માર્ટફોન, પ્રિયંકા ગાંધીએ કરી જાહેરાત

આ પણ વાંચો : Covid 19 Vaccination: નવો રેકોર્ડ, રસીકરણનો આંકડો 100 કરોડને પાર, પીએમ મોદીએ કહ્યું, દેશ પાસે હવે મજબૂત સુરક્ષા કવચ

Click on your DTH Provider to Add TV9 Gujarati