ખેડૂત આંદોલન: સરકાર સાથે નવમી બેઠકમાં ન થયું સમાધાન, 19 જાન્યુઆરીએ ફરી બેઠક

કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmer Protest) શરૂ છે. શુક્રવારે આંદોલનનો 51મો દિવસ હતો. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચેની નવમી બેઠક કોઈ સમાધાન વગર જ પૂર્ણ થઈ.

ખેડૂત આંદોલન: સરકાર સાથે નવમી બેઠકમાં ન થયું સમાધાન, 19 જાન્યુઆરીએ ફરી બેઠક
Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 15, 2021 | 9:43 PM

કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmer Protest) શરૂ છે. શુક્રવારે આંદોલનનો 51મો દિવસ હતો. દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચેની નવમી બેઠક કોઈ સમાધાન વગર જ પૂર્ણ થઈ. હવે આગામી 19 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે 10મી બેઠક યોજાશે.

સુપ્રીમ અને સરકાર સાથે અલગ અલગ વાતચીત

ખેડૂત કાયદાઓ અંગે સરકાર સાથે થયેલી 9મી બેઠક અંગે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે અમે લઘુત્તમ ટેકાના ભાવ(MSP)પર સરકાર સાથે ચર્ચા કરી રહ્યાં છીએ. આ સાથે જ ત્રણેય ખેડૂત કાયદાઓ અંગે વાતચીત કરી. એમણે કહ્યું આજે સારા વાતાવરણમાં સરકાર સાથે વાતચીત થઈ. ખેડૂતો આજની ચર્ચાને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. બેઠક બાદ એમણે કહ્યું આજની બેઠકમાં ખેડૂત કાયદાઓ અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કોઈ સમાધાન થયું નથી. સરકાર સાથે વાતચીત દરમિયાન ખેડૂતોએ સરકારને સ્પષ્ટ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સાથે જે વાતચીત શરૂ છે, તેનાથી અલગ સરકાર સાથે પણ વાતચીત શરૂ રહેશે.

અમે ઈચ્છીએ છીએ રસ્તો નીકળે અને આંદોલન પૂર્ણ થાય: કૃષિ મંત્રી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કિસાન યુનિયન સાથે 9મી બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ત્રણેય કાયદાઓ પર ચર્ચા થઈ. આવશ્યક વસ્તુ અધિનિયમ પર પણ ચર્ચા થઈ. આ બેઠકમાં ખેડૂતોની શંકાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કિસાન યુનિયન અને સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 19 જાન્યુઆરીએ 12 વાગ્યે ફરી ચર્ચા થશે. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂત આંદોલન અંગે સુપ્રીમ કોર્ટે કરેલ નિર્ણયનું સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટે ગઠન કરેલી કમિટી સામે પોતાના વિચારો રજૂ કરશે. અમે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ રસ્તો નીકળે અને આંદોલન પૂર્ણ થાય.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati