AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાલિસ્તાન મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરની કડક ચેતવણી, કહ્યું આશ્રય આપશો તો સંબંધ ખરાબ થશે

આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં 'શહીદ' તરીકે દર્શાવવામાં આવ્યો છે. જ્યારે, બે ભારતીય રાજદ્વારીઓને 'હત્યારા' તરીકે ઓળખવામાં આવ્યા છે.

ખાલિસ્તાન મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરની કડક ચેતવણી, કહ્યું આશ્રય આપશો તો સંબંધ ખરાબ થશે
S Jaishankar, Minister of External Affairs, India (file photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 4:55 PM
Share

ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં 8મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જોખમને જોતા ભારતે ચેતવણી આપી છે કે, જો કોઈ દેશ ખાલિસ્તાન તરફીઓને આશ્રય આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે.

ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. આનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં 8મી જુલાઈએ ખાલિસ્તાની રેલી કાઢવાની પણ વાત છે. જોખમને જોતા ભારતે ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ખાલિસ્તાનીઓને સ્થાન આપશે તો તેની સીધી અસર આપણા સંબંધો પર પડશે.

ખાલિસ્તાનીઓને આશ્રય ન આપો

પોસ્ટરમાં સામેલ ભારતીય રાજદ્વારીઓના નામ પર વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે અમે કેનેડા, યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાનીઓને આશ્રય ન આપે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ આ ખાલિસ્તાનીઓને આશ્રય આપશે તો પણ તેની સીધી અસર બન્ને દેશના સંબંધો પર પડશે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોસ્ટરનો મામલો ઓટાવા અને કેનેડા સરકાર સમક્ષ પણ ઉઠાવશે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને પોસ્ટરમાં ‘શહીદ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે, કેનેડા સ્થિત બે ભારતીય રાજદ્વારીઓને ‘હત્યારા’ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ઓટાવામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને ટોરોન્ટોમાં કોન્સલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવને ધમકી આપવામાં આવી હતી. તેમજ 8 જુલાઇએ બપોરે 12.30 કલાકે રેલીની પણ વાત કરવામાં આવી રહી છે. તેને ‘ખાલિસ્તાન ફ્રીડમ રેલી’ કહેવામાં આવી રહી છે. પોસ્ટર અનુસાર, તે ગ્રેટ પંજાબ બિઝનેસ સેન્ટરથી શરૂ થશે અને ભારતીય દૂતાવાસ સુધી જશે. પોસ્ટરની નીચે બે મોબાઈલ નંબર પણ લખેલા છે.

આતંકવાદી નિજ્જરની કરાઈ હતી હત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની ગયા મહિને 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં એક ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ અને હિંસામાં સામેલ હતો. ભારત સરકારે નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલ હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">