AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી પાસે H-1B વિઝા છે તો, તમે અને તમારા પરિવાર માટે કેનેડામાં આ ફાયદો લઈ શકો છો

અમેરિકાનો પડોશી દેશ કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે જાહેરાત કરી છે કે, H-1B વિઝા ધારકો માટે તેના દરવાજા ખોલશે. આવા વિઝા ધારકોના પરિવારના સભ્યોને પણ ફાયદો થશે.

જો તમારી પાસે H-1B વિઝા છે તો, તમે અને તમારા પરિવાર માટે કેનેડામાં આ ફાયદો લઈ શકો છો
H1B visa Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 10:40 PM
Share

અમેરિકા અને કેનેડા જવા માટે ભારતીય યુવાનોમાં ખુબ જ ઈચ્છા હોય છે. ભારતીય યુવાનોની ઈચ્છાને ધ્યાને લઈને અમેરિકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, યુએસએ દ્વારા H-1B વિઝા નિયમોને વધુ સરળ કરવાની જાહેરાત કરી હતી કે H-1B વિઝા ફક્ત અમેરિકામાં જ રિન્યુ કરવામાં આવશે. અમેરિકાની આ જાહેરાત બાદ, કેનેડાએ પણ H-1B વિઝા ધારકો માટે નવી જાહેરાત કરી છે. કેનેડાએ H-1B વિઝા ધારકોને તેમના પરિવારજનો માટે પણ ફાયદાકારક વાત કરી છે.

કેનેડાના ઈમિગ્રેશન બાબતોના પ્રધાન સીન ફ્રેઝરે, જાહેરાત કરી છે કે, કેનેડા સરકાર દશ હજાર યુએસ H-1B વિઝા ધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપવા માટે ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે એક સત્તાવાર અખબારયાદીમાં જણાવ્યું હતું કે, અમારો વિઝા પ્રોગ્રામ H-1B વિઝા ધારકોના પરિવારના સભ્યો માટે અભ્યાસ અથવા વર્ક પરમિટ પણ પ્રદાન કરશે.

યુએસ H-1B વિઝા ધારકોને પણ કેનેડામાં પ્રાથમિકતા મળશે

સીબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, કેનેડાના મંત્રાલયે કહ્યું છે કે, “ભારત જેવા દેશોના હજારો કામદારો હાઇ-ટેક સેક્ટરમાં એવી કંપનીઓ દ્વારા રોજગારી મેળવે છે કે જેઓ કેનેડા અને યુએસ બંનેમાં મોટી કામગીરી ધરાવે છે. યુએસએમાં કામ કરતા ભારતીય લોકો H-1B વિઝા ધારક હોય છે. વિશિષ્ટ વ્યવસાયો અંગે વિઝા ધરાવનારને કેનેડાના નવા નિર્ણય હેઠળ, 3 વર્ષ સુધીના સમયગાળા માટે ઓપન વર્ક પરમિટ મળશે.

H-1B અંગેની રિલીઝમાં જણાવાયું છે કે, “16 જુલાઈ, 2023 સુધીમાં, યુએસએમાં વિશેષ વ્યવસાય સંબધે વિઝા ધારકો અને તેમની સાથેના પરિવારના સભ્યો કેનેડામાં સ્થળાંતર કરવા માટે અરજી કરવા માટે લાયક ગણવામાં આવશે. આવા વિઝાધારકો કોઈપણ એમ્પ્લોયર માટે કેનેડામાં ગમે ત્યાંથી રોજગાર અર્થે કાર્ય કરી શકશે. તેમના જીવનસાથી અને આશ્રિતો પણ જરૂરીયાત મુજબ વર્ક અથવા સ્ટડી પરમિટ સાથે કામચલાઉ નિવાસી વિઝા માટે અરજી કરવા પાત્ર ગણવામાં આવશે.”

કેનેડાના મંત્રી સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં અમારી સરકાર વિશ્વના કેટલાક પ્રતિભાશાળી લોકો કેનેડા સ્થિત ટેક કંપનીઓ માટે કામ કરવા માટે આવે તે માટે ઇમિગ્રેશન સ્ટ્રીમ વિકસાવશે. પછી ભલે આવા વિઝા ધારકોની પાસે નોકરી હોય કે ના હોય. જો કે, મંત્રીએ એવી કોઈ સ્પષ્ટતા કરી નથી કે આવી યોજના માટે કોણ પાત્ર હશે અને કોણ અમાન્ય ગણાશે અથવા કેટલા લોકોને પ્રવેશ આપવામાં આવશે.

યુએસએ દ્વારા H-1B વિઝા એવા વિદેશી નાગરિકોને આપવામા આવે છે, જેઓ ટેક્નોલોજી ક્ષેત્ર સહિત અમુક ચોક્કસ પ્રકારના વ્યવસાયોમાં અસ્થાયી રૂપે યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. કોરોના મહામારી પહેલા, ટેક કંપનીઓએ મોટી માત્રામાં લોકોની ભરતી કરી હતી. પરંતુ ત્યારથી મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી પાણીચુ પકડાવવાનું શરૂ કર્યું. આ કારણે ઘણા H-1B વિઝા ધારકો, નવી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">