જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ ચાલુ
જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ અંગે જમ્મુ કાશ્મીર પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.
જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ વડાપ્રધાન મોદીના (PM Narendra Modi) આજના પંચાયતીરાજ દિવસ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં (jammu kashmir) યોજાનારા કાર્યક્રમના સ્થળથી 12 કિમી દૂર લલિયાના ગામના એક ખેતરમાં થયો હોવાના અહેવાલ છે. જમ્મુ કાશ્મીર પોલીસની (Jammu and Kashmir Police) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ અંગે જમ્મુ કાશ્મીર પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના સબા જિલ્લાના પલ્લી ગામમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કરવા જઈ રહ્યા છે. દરમિયાન તેમની મુલાકાત પહેલા એક ખેતરમાં વિસ્ફોટ થયો છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો તે આજે યોજાનારી રેલીના સ્થળથી માત્ર 12 કિમી દૂર સ્થિત છે. આ મામલાની તપાસ કરવા માટે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુના બિશ્નાહના લલિયાના ગામમાં વિસ્ફોટ થયો છે. પીએમ મોદીના આ કાર્યક્રમ માટે જમ્મુ શહેરથી 17 કિલોમીટર દૂર આવેલી પલ્લી પંચાયતને સુરક્ષાને લઈને એક પ્રકારે સીલ કરી દેવામાં આવી છે.
સીમા સુરક્ષા દળ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સહિત સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને પ્રવાસ પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સભા સ્થળે 30,000 થી વધુ પંચાયત સભ્યો સહિત એક લાખથી વધુ લોકોને સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ, શનિવારે, સંયુક્ત સુરક્ષા ટીમો બારી બ્રાહ્મણથી પલ્લી ચોક સુધીના હાઇવે સાથેના સમગ્ર વિસ્તાર પર પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી, જેને વડા પ્રધાનના સ્વાગત માટે મોટા હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યા છે.
વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે પહોચવા માટેના વિવિધ સ્થળ, જિલ્લા મુખ્યાલય અને મહત્વપૂર્ણ સ્થાન તરફ જતા વિવિધ સ્થળોએ વધારાની સંયુક્ત સુરક્ષા ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સિવાય, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક ઉચ્ચ સ્તરીય સર્વેલન્સ સાધનોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ ટ્રાફિક પોલીસે પહેલાથી જ વડાપ્રધાનની મુલાકાત અંગે એડવાઈઝરી જાહેર કરી છે અને લોકોને સ્થળ સુધી પહોંચવા માટે અમુક પ્રતિબંધો અને બદલાયેલા રૂટ પ્લાન જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ
National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
આ પણ વાંચોઃ