ટોલ માટે વાહનોમાં જરુરી ફાસ્ટેગની ખરીદી ક્યાંથી કરવી? આ રહ્યો જવાબ
ફાસ્ટેગ એવા વાહનો માટે જરુરી બની ગયો છે જે વાહનોને હાઈવે પરથી પસાર થવાનું હોય. ફાસ્ટેગ માટે એક મહિના પુરતી સરકારે રાહત તો આપી પણ હજુ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે આ ફાસ્ટેગ હોય છે શું અને તેને ક્યાંથી વાહનમાં લગાવી શકાય? પહેલાં સરકારે ફાસ્ટેગ લગાવવા માટે છેલ્લી તારીખ ડિસેમ્બર મહિનામાં આપી હતી અને સરકારે […]
ફાસ્ટેગ એવા વાહનો માટે જરુરી બની ગયો છે જે વાહનોને હાઈવે પરથી પસાર થવાનું હોય. ફાસ્ટેગ માટે એક મહિના પુરતી સરકારે રાહત તો આપી પણ હજુ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે આ ફાસ્ટેગ હોય છે શું અને તેને ક્યાંથી વાહનમાં લગાવી શકાય? પહેલાં સરકારે ફાસ્ટેગ લગાવવા માટે છેલ્લી તારીખ ડિસેમ્બર મહિનામાં આપી હતી અને સરકારે વાહનચાલકોને રાહત આપીને તેને 15 જાન્યુઆરી કરી દીધી છે. એવું નથી કે તે પહેલાં ફાસ્ટેગથી પેમેન્ટ નહીં થઈ શકે પણ તમે બંને રીતે નાણા ચૂકવી શકો છો. ફાસ્ટેગ અને રોકડ રકમથી ટોલની ચૂકવણી કરી શકાય છે. પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તેને ડબલ ટોલ ભરવો પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ
ફાસ્ટેગ 22 નેશનલ બેંકમાંથી ખરીદી શકો છો. આ સિવાય તમે ટોલનાકા પર પણ જઈને ગાડીમાં ફાસ્ટેગ લગાવી શકો છો. આ સિવાય ઓનલાઈન ઈ-કોર્મસ વેબસાઈટ મારફતે પણ ફાસ્ટેગ ઓર્ડર કરીને પોતાના વાહનમાં લગાવી શકો છો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો