PUNJAB : મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળનું વિસ્તરણ, 15 ધારાસભ્યોએ લીધા પ્રધાનપદના શપથ

Punjab Cabinet Expansion : આ કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓ છે, ઘણાની બાદબાકી કરવામાં આવી છે. નવા પ્રધાનમંડળમાં સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાની પત્ની રઝિયા સુલ્તાનાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

PUNJAB : મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળનું વિસ્તરણ, 15 ધારાસભ્યોએ લીધા પ્રધાનપદના શપથ
Expansion of Punjab CM Charanjit Singh Channy's Cabinet, 15 MLAs become Cabinet Ministers

PUNJAB : પંજાબમાં મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળનું વિસ્તરણ થયું છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રવિવારે ચંડીગઢના રાજભવનમાં નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા, જેમાં કુલ 15 મંત્રીઓએ શપથ લીધા. મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીએ નવા પ્રધાનમંડળના વિસ્તરણ માટે શનિવારે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી. આ કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓ છે, ઘણાની બાદબાકી કરવામાં આવી છે.

આ 15 ધારાસભ્યો બન્યા કેબીનેટ પ્રધાન
ચંદીગઢમાં રાજભવન ખાતે પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કોંગ્રેસના ધારાસભ્યો બ્રહ્મ મોહિન્દ્રા, મનપ્રીત સિંહ બાદલ, ત્રિપત રાજીન્દર બાજવા, અરુણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા, રાણા ગુરજીત સિંહ, રઝિયા સુલ્તાના, વિજયિન્દર સિંગલા, ભરત ભૂષણ આશુ, રણદીપ સિંહ નાભા, રાજકુમાર વર્કા, સંગત સિંહ ગિલજિયાન, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વેરિંગ અને ગુરકીરત સિંહ કોટલીને કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા.

પંજાબ સરકારના નવા પ્રધાનમંડળ વિશે
પંજાબ સરકારના નવા પ્રધાનમંડળમાં સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાની પત્ની રઝિયા સુલ્તાનાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સૌથી પહેલા બ્રહ્મ મોહિન્દ્રએ શપથ લીધા. તેઓ 6 વખત ધારાસભ્ય બન્યા છે. તેમના પછી મનપ્રીત સિંહ બાદલને શપથ લેવડાવવામાં આવ્યા. મનપ્રીત સિંહ અમરિંદર સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી છે. તેઓ અકાલી દળ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.

ત્રિપટ રાજીન્દર બાજવા ઉપરાંત, કોંગ્રેસના ધારાસભ્યો અરુણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા અને રાણા ગુરજીત સિંહે પણ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા.

કોંગ્રેસના ધારાસભ્યો વિજયિન્દર સિંગલા, ભરત ભૂષણ આશુ, રણદીપ સિંહ નાભા અને રાજકુમાર વેરકાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.સંગતસિંહ ગિલજિયાન, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વેરિંગ અને ગુરકીરત સિંહ કોટલીએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા.

કુલ 15 પ્રધાનોએ શપથ લીધા. ચરણજીત સિંહ ચન્નીએ 20 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.ત્યારબાદ છ દિવસ પછી કેબિનેટ વિસ્તરણ હેઠળ પ્રધાનોએ શપથ લીધા છે.

આ પણ વાંચો : Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : બનાસકાંઠાના ઈકબાલગઢમાં માત્ર 15 જ મિનિટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ સાથે ખેતરોમાં પાણી ભરાયા

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati