ગુજરાત સરકારના પૂર્વ સલાહકાર સાથે લાખ્ખોની છેતરપિંડી, સાયબર સેલે 5 આરોપીઓની કરી ધરપકડ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Dec 09, 2022 | 10:07 AM

પોલીસે છેતરપિંડીના આરોપી ધન્ના ખાન પાસેથી બેંકનું ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જે બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના પૂર્વ સલાહકાર સાથે લાખ્ખોની છેતરપિંડી, સાયબર સેલે 5 આરોપીઓની કરી ધરપકડ
Cyber Crime Symbolic Image
Image Credit source: File Photo

દેશભરમાં સાયબર ક્રાઈમના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. સાયબર ક્રાઈમના ગુનેગારો દેશના વિવિધ ભાગોમાં બેસીને લોકોને સરળતાથી નિશાન બનાવે છે. ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સરકારના પૂર્વ સલાહકાર એર માર્શલ રવિન્દર કુમાર (નિવૃત્ત) સાથે રૂપિયા 3.26 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર સેલે છેતરપિંડીના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. એર માર્શલ કુમાર (નિવૃત્ત) સેક્ટર 31માં એરફોર્સ સ્ટેશન 12 વિંગમાં રોકાયા હતા.

પોલીસના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી 55 વર્ષના ધન્ના ખાન, બિહારના સિવાનના રહેવાસી 29 વર્ષના સોનુ કુમાર પાંડે, બિહારના સિવાનના રહેવાસી 26 વર્ષીય અનુજ કુમાર, ગોવિંદા કુમાર તરીકે થઈ છે. આ ઉપરાંત બિહારના ચંપારણના રહેવાસી અનૂપ કુમાર તિવારીનો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે એર માર્શલ કુમારે મોહાલીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો અને તે આ ઘર માટે PSPCL વીજળી મીટર રજીસ્ટર કરાવવા ઈચ્છતા હતા. આથી તેમણે ગુગલ પર હેલ્પલાઈન નંબર સર્ચ કર્યો અને PSPCLની સાઈટ પર હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો.

ખાતામાંથી રૂ. 3,26,000 ઉપાડી લેવાયા

પોલીસે જણાવ્યું કે PSPCLની સાઈટ પર હેલ્પલાઈન નંબર પર કોલ કરતા અમિત કુમારે તેમની સાથે વાત કરી અને ફરિયાદીને 25 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. વધુમાં, શંકાસ્પદ વ્યક્તિએ ફરિયાદીને તેના Google Pay UPI ને SBI અને HDFC એકાઉન્ટના CRED સાથે લિંક કરવા કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ખાતામાંથી અલગ-અલગ સમયાંતરે રૂપિયા 3,26,000 ડેબિટ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ગોવિંદા કુમાર અને અનૂપ કુમાર તિવારી માસ્ટરમાઇન્ડ છે.

 અગાઉ પણ પકડાયેલા છે ગુનેગારો

અનૂપ કુમારની અગાઉ પણ કાળા નાણાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પાસેથી લગભગ દોઢ કરોડ રૂપિયા મળી આવ્યા છે. બિહારમાં દારૂની હેરાફેરી માટે પકડાયેલા ગોવિંદાને જેલમાં અનૂપ કુમાર મળ્યો હતો. પોલીસે આરોપી ધન્ના ખાન પાસેથી એક્સિસ બેંકનું ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તેને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું હતું. આરોપી સોનુ કુમાર પાંડે અને અનુજ કુમાર પાસેથી HDFC બેંકના બે ક્રેડિટ કાર્ડ, બે-બે મોબાઈલ મળી આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati