Electricity Amendment Bill 2021: કાયદો બનશે તો તમારું શું થશે, જાણો વિજળી સંબંધિત આ બિલની 3 ખાસ વાતો

આ શિયાળુ સત્ર(Winter Session)માં આ કાયદાના અમલ પછી સરકારો હવે પાવર કંપનીઓને સબસિડી આપી શકશે નહીં. હવે આ સબસિડી સીધી ગ્રાહકો એટલે કે જનતાના ખાતામાં નાખવામાં આવશે.

Electricity Amendment Bill 2021: કાયદો બનશે તો તમારું શું થશે, જાણો વિજળી સંબંધિત આ બિલની 3 ખાસ વાતો
Electricity Amendment Bill 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 5:45 PM

Electricity Amendment Bill 2021: આવનારી ચૂંટણી(Election)માં તમારા નેતાઓ વીજળી બિલ માફી કે સસ્તી વીજળી(Electricity)ને લગતા વાયદાઓ કરતા જોવા ન મળે તો નવાઈ નહીં, કારણ કે આનું કારણ સરકાર લાવવા જઈ રહેલા વીજળી સુધારા બિલના મૂળમાં છુપાયેલું છે. આ શિયાળુ સત્ર(Winter Session)માં આ કાયદાના અમલ પછી સરકારો હવે પાવર કંપનીઓને સબસિડી આપી શકશે નહીં. હવે આ સબસિડી સીધી ગ્રાહકો એટલે કે જનતાના ખાતામાં નાખવામાં આવશે.

ચાલો હવે તેના વિશે જાણીએ. આનો સીધો અર્થ એ છે કે તમારે સંપૂર્ણ વીજળીનું બિલ ચૂકવવું પડશે. આ પછી, સરકાર સબસિડીના પૈસા તમારા ખાતામાં મૂકશે. તમે વિચારતા જ હશો કે અમે બિલ સંપૂર્ણ ચૂકવીએ છીએ, તો પછી સબસિડી શું છે? 

વાસ્તવમાં એવું બને છે કે વીજળી કંપનીઓએ ગ્રાહકો પાસેથી જે બિલ લેવામાં આવે છે તેના કરતાં વધુ ખર્ચ કરવો પડે છે. એટલે કે વીજ કંપનીઓ નુકશાન સહન કર્યા પછી પણ તમને સસ્તી વીજળી આપે છે. પરંતુ આ નુકસાન સરકારની સબસિડી દ્વારા ભરપાઈ કરવામાં આવે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વીજળી સુધારા બિલ 2021ની ત્રણ મહત્વની બાબતો

(1) રાજ્ય સરકારો વીજ વિતરણ કંપનીઓને સબસિડી આપે છે. આ પછી કંપનીઓ વીજળીના દરો નક્કી કરે છે. હવે જો સરકાર આ સબસિડી બંધ કરે તો શું થશે? તેની અસર વીજળીના ભાવ પર પડશે. 

(2) તમારા ઘરને વીજળી સપ્લાય કરતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ભારે ખોટમાં છે. PIBના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં ડિસ્કોમને કુલ રૂ. 90,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

(3) સરકાર દ્વારા સબસિડીમાં વિલંબ થાય છે. તો તેની અસર વીજ વિતરણ કંપનીઓ પર પણ પડે છે. હવે જો નવી સિસ્ટમ લાગુ કરવામાં આવે તો કંપનીઓ ભાવ વધારી શકે છે. જો કે તેની સંપૂર્ણ અસર તમારા ખિસ્સા પર પડશે. સરકાર તમારા ખાતામાં સીધી સબસિડી આપીને તેની ભરપાઈ કરશે. સરકારના આ બિલનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે આનાથી તેમના પર મોટી અસર પડશે.હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ બિલને આ સત્રમાં પાસ કરાવવામાં સફળ થશે કે પછી સંસદમાં ચાલી રહેલા હોબાળામાં આ બિલ ખોવાઈ જશે.

(4) નવા કાયદામાં કેટલાક પડકારો છે. કનેક્શન મકાન માલિક, જમીન, દુકાનના માલિકના નામે છે. ભાડુઆતના કિસ્સામાં સબસિડી કોને મળશે તે સ્પષ્ટ નથી.સબસિડી વીજળીના વપરાશના હિસાબે નક્કી કરવામાં આવશે. તેથી 100% મીટરિંગ જરૂરી છે. ઘણા રાજ્યોમાં મીટર વગર વીજળી આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 15 લાખ કૃષિ ગ્રાહકો છે જેઓ મીટર વિના વીજળી મેળવી રહ્યા છે. આ કુલ કૃષિ ગ્રાહકોના 37% છે. જો સબસિડી ટ્રાન્સફરમાં વિલંબ થશે તો ગ્રાહકો પરેશાન થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">