ચૂંટણી સ્થગિત રાખવા હાઈકોર્ટની અપીલ બાદ, ચૂંટણી કમિશ્નરે કહ્યુ, સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કરાશે નિર્ણય

ચૂંટણી સ્થગિત રાખવા હાઈકોર્ટની અપીલ બાદ, ચૂંટણી કમિશ્નરે કહ્યુ, સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કરાશે નિર્ણય
Chief Election Commissioner Sushil Chandra

અલ્હાબાદ હાઈકોર્ટની વિનંતીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવતા અઠવાડિયે ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાનું કહ્યું છે, ત્યારબાદ જ આયોગ નિર્ણય લેશે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 24, 2021 | 3:49 PM

કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant,)ની ભયાનકતાને જોતા, અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ગુરુવારે ચૂંટણી પંચને (Central Election Commission,) કહ્યુ હતુ કે, યુપી વિધાનસભાની આગામી ચૂંટણીને (Assembly elections) સ્થગિત કરવી જોઈએ અને ચૂંટણી રેલીઓ (Election rally) પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે હાઈકોર્ટના સૂચન પર ચૂંટણી પંચે જવાબ આપ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણી પંચની ટીમ આવતા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં સ્થિતિની સમીક્ષા કરવા જશે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટે કોરોનાના વધતા જતા કેસ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ચૂંટણી પંચને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓને તાત્કાલિક અસરથી રોકવા અને વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની વિનંતી કરી હતી.

ગુરુવારે હાઈકોર્ટે શું કહ્યું ઓમિક્રોનના વઘતા જતા કેસને ધ્યાને લઈને ચિંતા વ્યક્ત કરતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે ગુરુવારે વડાપ્રધાન અને ચૂંટણી કમિશનરને વિધાનસભા ચૂંટણીમાં કોરોનાના ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. દૂરદર્શન અને અખબારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવાનું કહેવામાં આવે. રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ. વડાપ્રધાન ચૂંટણી મોકૂફ રાખવાનો પણ વિચાર કરે.

જસ્ટિસ શેખર કુમાર જેલમાં કેદ રહેલા આરોપી સંજય યાદવની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. અલ્હાબાદના કેન્ટ પોલીસ સ્ટેશનમાં સંજય વિરુદ્ધ કેસ નોંધાયેલ છે. ગુરુવારે તેને જામીન મળી ગયા. હાઈકોર્ટે કહ્યું કે જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને એક-બે મહિના માટે સ્થગિત કરો, કારણ કે જો જીવ હશે તો ચૂંટણી રેલીઓ અને સભાઓ થતી રહેશે. ભારતીય બંધારણની કલમ 21માં પણ આપણને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે દૈનિક અખબારોમાં છપાયેલા અહેવાલ અનુસાર, 24 કલાકમાં કોરોનાના 6 હજાર નવા કેસ મળ્યા છે. 318 લોકોના મોત થયા છે. આ સમસ્યા દરરોજ વધી રહી છે. આ રોગચાળાને ધ્યાનમાં રાખીને, ચીન, નેધરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની, સ્કોટલેન્ડ જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદયુ છે. આવી સ્થિતિમાં, અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે નિયમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

લો બોલો, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ, 5 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચોઃ

ખેડૂતોને સબસિડી આપવા માટે સરકાર 15,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરશે, જાણો શું છે સંપૂર્ણ યોજના

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati