લો બોલો, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ, 5 લોકોની કરાઈ ધરપકડ

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના સ્ટાફ દ્વારા નવી દિલ્હી જિલ્લામાં FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોએ તેને છેડતી માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

લો બોલો, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ, 5 લોકોની કરાઈ ધરપકડ
Union Minister of State for Home Ajay Mishra (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:22 PM

લખીમપુર ખીરી (Lakhimpur Kheri Violence) ખેડૂતોની હત્યા કેસના મુખ્ય આરોપી આશિષ અજય મિશ્રા ટેનીના પિતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (Ajay Misra Teni, MoS Home ) ને બ્લેકમેલ (Blackmailing Case) કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા (Ajay Misra Teni, MoS Home ) ના સ્ટાફ તરફથી ફરિયાદ મળી હતી કે તેમને પૈસા માટે ફોન આવ્યા હતા. આ મામલે નવી દિલ્હીમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ નોઈડાના 4 અને દિલ્હીથી 1 આરોપી સહિત કુલ 5 લોકોની બ્લેકમેલ કરવા અને ખંડણી માંગવા કોલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

મંત્રી અજય મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેવામાં આવી હાલમાં જ ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. તેમની સામે હત્યાની એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીને સીજેએમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પત્રકાર રમણ કશ્યપની હત્યા કેસમાં કેસ નોંધાયેલો છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અન્ય કોઈ વધુ એફઆઈઆર વાજબી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી PIL દાખલ કરવામાં આવી હતી.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ખેડૂતોને ધમકાવવાનો આરોપ અરજીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની અને ઉતરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરી ઘટનાના 4 દિવસ પહેલા અજય મિશ્રા ટેનીએ ખેડૂતોને ધમકી આપી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટનાને એક કાવતરા હેઠળ આકાર આપવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, 3 ઓક્ટોબરના રોજ, લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતોને કથિત રીતે એક SUV કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની હતી અને તેનો પુત્ર આશિષ મિશ્રા તેમાં હતો. આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીને બરતરફ કરવાની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમનો આક્ષેપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન પણ આ કેસમાં આરોપી છે.

આ પણ વાંચોઃ

Harbhajan Singh : હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહી

આ પણ વાંચોઃ

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">