AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેક્સ સાટૅડ સીમેન અને એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી મારફતે દૂધાળા પશુઓમાં દુધ ઉત્પાદકતા વધારવા પ્રયાસ

અસમ સરકારે NDDB બંધ થવાને આરે આવી ગયેલા વેસ્ટ અસમ કાંપેરેટિવ મિલ્ક યુનિયન (WAMUL) નું વ્યવસ્થાપન કરવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, NDDBએ વર્ષ 2008માં તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું.

સેક્સ સાટૅડ સીમેન અને એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી મારફતે દૂધાળા પશુઓમાં દુધ ઉત્પાદકતા વધારવા પ્રયાસ
Efforts to increase milk productivity in dairy cattle
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:28 PM
Share

અસમમાં પશુપાલન અને ગ્રામ્ય આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરમેન શ્રી મીનેશ શાહ 6 ઑગસ્ટ, 2021ના રોજ ગુવાહાટીમાં અસમના માનનીય મુખ્યમંત્રી ડૉ. હેમંતા બિસ્વા સરમાને મળ્યાં હતા. ડૉ. સરમાએ એસમમાં ડેરી સંસ્થાઓમાં આગામી વિદ્ધની આગાહી કરી હતી.

માનનીય મુખ્યમંત્રીએ ડેરીના આંતરમાળખાને વિકસાવવામાં અને સેક્સ સાટૅડ સીમેન અને એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી મારફતે દૂધાળા પશુઓમાં ઉત્પાદકતા વધારવાના નવીન માર્ગો અપનાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, NDDBનો હસ્તક્ષેપ અસમના ગ્રામીણ દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરશે અને ગ્રામીણ પરિવારોમાં ખૂજ જરૂરી પરિવર્તન લાવશે.

NDDBના ચેરમેન અસમની ડેરી સંસ્થાઓને આવશ્યક સમર્થન પૂરું પાડવાની ખાતરી આપી હતી, જેથી કરીને તેઓ તેમના સભ્યોને વધુ સારી રીતે સેવા પુરી પાડી શકે. NDDB અને તેની સહાયક સંસ્થાઓ પહેલેથી જ અસમમાં પશુપાલનના વિકાસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. જે સંસ્થાઓ સહકારી વ્યવસ્થાના મૂલ્યોને વળગી રહી છે, તેને NDDB હંમેશા સમર્થન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે.

આ ઉપરાંત, શ્રી મીનેશ શાહ અસમ સરકારના કૃષિ, બાગાયતી, પશુપાલન અને પશુચિકિત્સા, સરહદી વિસ્તારના વિકાર, અસમ એકોર્ડના અમલીકરણ તથા સહકાર બાબતોના મંત્રી શ્રી અતુલ ખોરાને પણ મળ્યાં હતા અને પશુપાલનના વિકાસના વિવિધ પાસાંઓ અંગે તથા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના રોડમેપની રચના કરવા અંગે ચર્ચા કરી હતી.

અસમ સરકારે NDDB બંધ થવાને આરે આવી ગયેલા વેસ્ટ અસમ કાંપેરેટિવ મિલ્ક યુનિયન (WAMUL) નું વ્યવસ્થાપન કરવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, NDDBએ વર્ષ 2008માં તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું.

દૂધ સહકારી મંડળીઓને પુનઃસ્થાપિત પુનરુત્થાન કરવામાં NDDBના હસ્તક્ષેપની અસરોને ધ્યાનમાં રાખી અસમ સરકારે NDDBને સોંપેલા WAMULના મેનેજમેન્ટને વધુ 5 વર્ષના સમયગાળા માટે લંબાવ્યું છે. આ સંબંધે થયેલ કરાર પર 6 ઑગસ્ટ, 2021ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, હાલમાં WAMUL 13,916 પશુપાલકો પાસેથી સરેરાશ દૈનિક 41000 કિગ્રા દૂધ મેળવે છે. હાલમાં પુરબી’ બ્રાન્ડનું પ્રતિ દિન 64,000 લીટર દુધ બજારમાં વેચાય છે. કોવિઙ-19 રોગચાળાને કારણે માર્કેટ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો હોવા છતાં,WAMULએ રૂ. 120 કરોડનું સેલ્સ ટર્નઑવર કર્યું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">