શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

ઉતરપ્રદેશમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને 23 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ:  આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ
Education institutes closed till 23 january in uttar pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:16 PM

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે (Uttar Pradesh Government) હવે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને (Education Institutes) 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક્ટિવ કેસોની સંખ્યા હાલ એક લાખને પાર પહોંચી

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Case) સંખ્યા હાલ એક લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો મહત્પૂર્ણ નિર્ણય લીધો છે. સાથે જ સરકારે શાળાઓ અને કોલેજોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ અંગે જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોનાના 17,185 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,185 નવા દર્દીઓ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર લખનૌમાં જ એક દિવસમાં કોરોના વાઈરસના 2,761 નવા કેસ નોંધાયા છે. જેમાં લખનૌના આલમબાગ વિસ્તારમાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા બાદ પણ ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લખનૌ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ્દ

કોરોનાના વધતા જતા કેસોને જોતા લખનૌ યુનિવર્સિટીએ (Lucknow University) સેમેસ્ટર પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની પરીક્ષા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી. યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યુ કે નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં કોરોના પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એક વાર કોરોના સંક્રમણ વધતા હાલ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

g clip-path="url(#clip0_868_265)">