AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં કોરોનાના નવા કેસો કરતા વધુ દર્દીઓ સાજા થયા, ઉત્તરપ્રદેશમાં એક લાખ એક્ટીવ કેસો ઘટ્યા

Delhi માં કોરોનાના 10 હજાર નવા કેસો સામે 14 હજાર ડીસ્ચાર્જ થયા.

દિલ્હીમાં કોરોનાના નવા કેસો કરતા વધુ દર્દીઓ સાજા થયા, ઉત્તરપ્રદેશમાં એક લાખ એક્ટીવ કેસો ઘટ્યા
FILE PHOTO
| Updated on: May 13, 2021 | 4:46 PM
Share

Delhi સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. 13 મે ગુરૂવારના દિવસે દિલ્હીમાં કોરોના વાયરસના નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10,000 પર આવી ગઈ છે. 12 મેં બુધવારે સંક્રમણનો દર 17.03 ટકા હતો જે હવે ઘટીને 14.24 ટકા રહ્યો છે. આ સાથે જ દિલ્હીના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ સ્થિતિ સુધરી રહી છે. 30 એપ્રિલ સુધીમાં ઉત્તરપ્રદેશમાં એક્ટીવ કેસની સંખ્યા 3,10,783 હતી. આ 12 દિવસમાં જ ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટીવ કેસ ઘટીને 2,04,658 પર આવી ગયા છે.

દિલ્હીમાં નવા કેસ કરતા ડીસ્ચાર્જ વધુ 13 મે ગુરૂવારના દિવસે Delhi આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,489 નવા દર્દીઓ મળી આવ્યા છે, 308 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 12મી મે બુધવારે દિલ્હીમાં કોરોનાના 13,287 કેસો નોંધાયા હતા. બુલેટિન મુજબ, આજે 13 મે ના દિવસે 15,189 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા અને કોરોના મુક્ત બન્યા, જ્યારે 12મી મે બુધવારે આ સંખ્યા 14,071 હતી.

Delhi ના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 13,72,475 થઇ છે અને 48,340 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં હવે કોરોના વાયરસના એક્ટીવ કેસો 77,717 રહ્યા છે. આ સાથે કુલ 12,74,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દિલ્હીમાં કોરોના મૃત્યુઆંક વધીને 20,618 પર પહોંચી ગયો છે.

ઉત્તરપ્રદેશમાં એક લાખ એક્ટીવ કેસો ઘટ્યા દિલ્હીના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ કોરોના વાયરસની હતી ધીમી પડતી જોવા મળી રહી છે. રાજ્યના આરોગ્ય શિક્ષણ પ્રધાન સુરેશ ખન્નાએ આપેલી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. 30 એપ્રિલ સુધીમાં ઉત્તરપ્રદેશમાં એક્ટીવ કેસોની સંખ્યા 3,10,783 હતી. મે મહિનાના 12 દિવસમાં ઉત્તરપ્રદેશમાં એક્ટીવ કેસોની સંખ્યામાં એક લાખનો ઘટાડો થયો છે અને એક્ટીવ કેસ ઘટીને 2,04,658 પર આવી ગયા છે. 24 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ 38,055 નવા કેસ નોંધાયા હતા, જયારે, 13 મે ગુરૂવારના દિવસે કોરોનાના નવા 17,775 કેસો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશમાં રસી લેવા માટે આધારકાર્ડ ફરજિયાત નહી ઉત્તરપ્રદેશના 18 જિલ્લાઓમાં કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે. દરમિયાન, યોગી સરકારે કોરોના રસીકરણ અંગેનો ફરજિયાત આધારકાર્ડનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. 18 થી 44 વર્ષ અને સીનીયર સીટીઝનના રસીકરણ માટે આધાર જરૂરી રહેશે નહીં. હવે ઉત્તરપ્રદેશમાં રસીકરણ માટે રહેઠાણના પુરાવા તરીકે કોઈપણ કોઇપણ દસ્તાવેજ માન્ય રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં હવે કાયમી અને અસ્થાયીરૂપે જીવતા તમામ લોકોને રસી આપવામાં આવશે.

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">