AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે પુણેમાં 5 હજાર 705 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 હજાર 338 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો
Corona Case in Mumbai (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:10 PM
Share

Maharashtra Corona Update : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં (Corona Case)અચાનક ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગના (Health Department) જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 10 હજાર 661 નવા કોરોના કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે 21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. શનિવારે મુંબઈમાં 21 હજાર 474 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

મુંબઈમાં એક જ દિવસમાં 21 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં કોરોનાને કારણે 11 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોના આંકડા પર એક નજર કરીએ તો 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી 14 હજાર જેટલા કોરોના કેસ સામે આવી રહ્યા હતા. જો કે 12 જાન્યુઆરીએ સોળ હજારથી વધુ કેસ નોંધાયા હતા.

આથી, કોરોના કેસમાં ઘટાડો થતા હાલ મુંબઈગરાઓને આંશિક રાહત મળી છે.મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો અહીં શનિવારે 40 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે દાદરમાં 120 અને માહિમમાં 126 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ ત્રણ વિસ્તારોમાં કુલ 286 કોરોના કેસ નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 8 લાખ 99 હજાર 358 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ પર સુધરીને 91 ટકા પર પહોંચ્યો છે.

પૂણેમાં કોરોનાનો અજગરી ભરડો

મુંબઈની સરખામણીએ પૂણેમાં કોરોનાની(Pune)  સ્થિતિ વધુ કથળી છે. અહીં સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસની સરખામણીએ અડધી છે. જેને લઈને હાલ તંત્રની ચિંતા વધી છે. શનિવારે પુણેમાં 5 હજાર 705 નવા કેસ નોંધાયા છે. જ્યારે દિવસ દરમિયાન 2 હજાર 338 લોકો કોરોનાથી સાજા થયા હતા. તેમજ 8 લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જેમાંથી પુણે શહેરમાં બે અને જિલ્લાના છ લોકોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, પુણેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 9 હજાર 136 લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ, શનિવારે કુલ 19 હજાર 174 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું. હાલમાં, પુણેમાં 31 હજાર 907 સક્રિય કોરોના કેસ છે. પુણેમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 54 હજાર 174 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 5 લાખ 13 હજાર 131 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચો : Maharashtra : મુંબઈ પોલીસ પર કોરોનાનુ ગ્રહણ, છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ થયા કોરોના સંક્રમિત

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">