National Herald Case: રાહુલ ગાંધીની 3 દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરાઇ, 35 પ્રશ્નોના જવાબો, EDની તપાસમાં સહકાર ન આપવાનો આરોપ

કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી EDની તપાસમાં યોગ્ય રીતે સહકાર આપી રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતાએ આજે ​​પણ પોતાના નિવેદનો સુધાર્યા હતા. આજે તેમની પાસેથી લગભગ 35 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

National Herald Case: રાહુલ ગાંધીની 3 દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરાઇ, 35 પ્રશ્નોના જવાબો, EDની તપાસમાં સહકાર ન આપવાનો આરોપ
રાહુલ ગાંધીની ઇડી દ્વારા પુછપરછImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:46 AM

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate)પૂછપરછ બુધવારે પૂર્ણ થઈ હતી. રાહુલ ગાંધી લગભગ 9.30 વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત ED હેડક્વાર્ટરની બહાર આવ્યા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર (National Herald Case) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સીએ આજે ​​તેમની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે તેમને શુક્રવારે ફરી તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે (Rahul Gandhi) રાહુલ ગાંધી EDની તપાસમાં યોગ્ય રીતે સહકાર આપી રહ્યા ન હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતાએ આજે ​​પણ પોતાના નિવેદનો સુધાર્યા હતા. આજે તેમને લગભગ 35 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેના જવાબો પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે. બુધવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કર્યા બાદ EDએ અત્યાર સુધી રાહુલ ગાંધીની અનેક સત્રોમાં લગભગ 30 કલાક સુધી પૂછપરછ કરી છે. તે જ સમયે, EDએ શુક્રવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ચોથી વખત પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદે ગુરુવાર માટે મુક્તિ માંગી હતી, જેને મંજૂરી આપવામાં આવી હતી.

રાહુલ ગાંધી ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ED ઓફિસ પહોંચ્યા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

EDએ રાહુલ ગાંધીને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની માલિકીની કંપની યંગ ઈન્ડિયન સંબંધિત નિર્ણયોમાં તેમની અંગત ભૂમિકા વિશે પૂછપરછ કરી હતી. રાહુલ ગાંધી CRPF જવાનોની ‘Z+’ શ્રેણીની સુરક્ષા સાથે લગભગ 11.35 વાગ્યે મધ્ય દિલ્હીમાં APJ અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા.

રાહુલ ગાંધીના નિવેદનનું ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ

અધિકારીઓએ જણાવ્યું કે રાહુલ ગાંધીની પૂછપરછ બપોરે 12 વાગ્યે શરૂ થઈ. અધિકારીઓનું કહેવું છે કે ત્રણ દિવસની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમના નિવેદનો A4 સાઈઝના કાગળ પર ટાઈપ કરવામાં આવે છે અને મિનિટ-મિનિટના આધારે બતાવવામાં આવે છે અને સહી કરવામાં આવે છે અને પછી તપાસ અધિકારીને સોંપવામાં આવે છે.

તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને AJLની માલિકીની આશરે રૂ. 800 કરોડની મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેવી રીતે યંગ ઈન્ડિયન, એક નોન-પ્રોફિટ કંપની, તેની જમીન અને ઈમારતો વેચી રહી છે. ભાડાની વ્યાપારી પ્રવૃત્તિઓ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">