મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્તાર અંસારીની બાંદા જેલમાં EDએ કલાકો સુધી કરી પૂછપરછ, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જાનો આરોપ
મુખ્તાર અંસારી પર આરોપ છે કે તેમને એક સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો અને 7 વર્ષ માટે 1.7 કરોડ રૂપિયા પ્રતિ વર્ષના હિસાબથી એક ખાનગી કંપનીને ભાડા પર આપી દીધી.

ઈડી (Enforcement Directorate)એ રવિવારે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ની કેટલાક કલાક પૂછપરછ કરી છે. તે સિવાય માફિયા અતીક અહમદ (Atiq Ahmed) સાથે પણ સાબરમતી જેલમાં કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. સંબંધિત કોર્ટની પરવાનગી મળ્યા બાદ સવારે લગભગ 11 વાગ્યે ઈડી (ED)ની 2 ટીમ બાંદા અને સાબરમતી જેલ પહોંચી. બંને માફિયા ડોનની તેમની ગેરકાયદેસર મિલકત અને ઘણા બેન્ક સ્ટેટમેન્ટના આધાર પર પૂછપરછ કરવામાં આવી.
જેલમાં બંધ બંને આરોપીઓની મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી. મુખ્તાર અંસારી પર આરોપ છે કે તેમને એક સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો અને 7 વર્ષ માટે 1.7 કરોડ રૂપિયા પ્રતિ વર્ષના હિસાબથી એક ખાનગી કંપનીને ભાડા પર આપી દીધી. ઈડીએ આ રકમ અને કબ્જો જમાવવાના કેસમાં પૂછપરછ કરી. પંજાબની રોપડ જેલથી લાવ્યા બાદ અંસારી અનેક ગુનાહિત કેસોમાં અન્ડરટ્રાયલ કેદી તરીકે બાંદા જેલમાં બંધ છે.
ત્યારે અતીક અહમદની પાસેથી 16 બેનામી કંપનીઓના કાગળો જપ્ત થયા હતા. ત્યારબાદ માફિયાની વિરૂદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે ગયા વર્ષે પોલીસે અતીકની કુલ 16 કંપનીઓની ઓળખ કરી હતી, જેમાંથી ઘણી બેનામી હતી, આ કંપનીઓમાં નામ અન્ય કોઈનું છે પણ પરોક્ષ રીતે પૈસા અતીકના છે. તેમાંથી મોટાભાગની કંપનીઓનો કારોબાર રિયલ એસ્ટેટથી સંબંધિત છે. એ પણ જાણકારી સામે આવી છે કે આ કંપનીઓની લેણદેણ કરોડોમાં છે, EDને વિદેશમાં કાળા નાણાના રોકાણની માહિતી મળી છે, જે બાદ પૂછપરછ જરૂરી હતી.
મુખ્તાર સામે 50થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ
મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની મઉ વિધાનસભા સીટથી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય છે. મુખ્તારની વિરૂદ્ધ ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં 50થી વધારે ગુનાહિત કેસ પેન્ડિંગ છે અને તેમને આ વર્ષે 26 માર્ચના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 7 એપ્રિલે બાંદા જેલમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્તાર અંસારીને મઉ સીટથી ટિકિટ ના આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગરમાં આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારીને કરી હત્યા, સુરક્ષાદળોએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન
આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : બન્ને કુખ્યાત આરોપીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, જાણો શું કહ્યું