Weather Updates: આજથી મધ્ય ભારતમાં શરૂ થશે હીટ વેવ, દિલ્હી-NCRમાં વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ
IMD એ 5 મેના રોજ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના (Maharashtra) વિવિધ વિસ્તારોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય વિદર્ભ, રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં લોકોને 8 મેથી ભારે ગરમીનો સામનો કરવો પડશે.
ગઈ કાલનો દિવસ દિલ્હી (Delhi) સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં રાહત લાવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકોને આકરા તડકા (Weather Updates) અને ગરમીથી રાહત મળી, કારણ કે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 5 મેથી મોસમનો મિજાજ ફરી એક વાર બદલાશે. 5 મેથી ફરી એકવાર ગરમીનું મોજું શરૂ થવાની શક્યતા છે. મધ્ય ભારતના લોકોએ 5મી મેથી એટલે કે આજથી જ આકરી ગરમીનો સામનો કરવો પડશે. 6 મે સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. જો કે દિલ્હી-એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલે સાંજે વરસાદે (Rain) વાતાવરણ ખુશનુમા બનાવી દીધું હતું.
વૈશાખમાં વરસાદ…!
ઉપરાંત IMD એ 5 મેના રોજ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય વિદર્ભ, રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં લોકોને 8 મેથી ભારે ગરમીનો સામનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને (Western Disturbance) કારણે, બુધવારે દિલ્હીના ભાગોમાં વાવાઝોડું અને જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે દિલ્હીવાસીઓને છેલ્લા બે-ત્રણ સપ્તાહની કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે, ઉનાળાની તીવ્ર સ્થિતિ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં નબળા પશ્ચિમી વિક્ષેપને કારણે, વરસાદ પડ્યો ન હતો. આજે IMD એ 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે અને લોની દેહાત, હિંડોન એરફોર્સ સ્ટેશન અને ગાઝિયાબાદ સહિત NCRના નજીકના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી
હવામાન વિભાગે તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશમાં 6 થી 8 મે દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, અત્યારે અમે પવનની ઝડપ 75 કિમી પ્રતિ કલાક સુધી 40-50 કિમી/કલાકની આસપાસ રહેવાની અપેક્ષા રાખીએ છીએ. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આંદામાનના દરિયાઈ વિસ્તાર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સાહસ ન કરે.