અફઘાનિસ્તાન : કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત અને અનેક ઘાયલ

ગુરુવારે કાબુલ (Kabul), મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ વિસ્ફોટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાન : કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત અને અનેક ઘાયલ
Bomb Blast in Mosque - File PhotoImage Credit source: (Pic- Twitter @ImamRezaEN)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 7:56 PM

અફઘાનિસ્તાન (Afghanistan) 24 કલાકમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી (Bomb Blasts) હચમચી ગયું છે. અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મઝાર-એ શરીફની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.

ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મવલી સિકંદર મસ્જિદમાં આજે બપોરે એક વિસ્ફોટ થયો છે. માહિતી આપતા કુન્દુઝના ઈમામ સાહેબે જણાવ્યું કે આ ઘટનામાં 30 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બોમ્બ વિસ્ફોટોમાં 30ના મોત

આવી જ રીતે અફઘાનિસ્તાનમાં ગુરુવારે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી તાત્કાલિક કોઈ સંગઠને લીધી નથી. જોકે, અત્યાર સુધી થયેલા મોટાભાગના વિસ્ફોટો લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. વિસ્ફોટને અંજામ આપવાની પદ્ધતિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન પ્રાંત (IS-K) જેવી જ છે.

સાઈ દોકન મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો

ઉત્તર મઝાર-એ-શરીફની મુખ્ય હોસ્પિટલના ડૉ. ગૌસુદ્દીન અનવારીએ જણાવ્યું કે ઉત્તર મઝાર-એ-શરીફમાં ત્રણ હુમલાઓ થયા, જેમાં 30 નમાઝીઓ માર્યા ગયા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા, જેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઉત્તરી મઝાર-એ-શરીફ સ્થિત સાઈ દોકન મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવીને અનેક વિસ્ફોટો કરવામાં આવ્યા હતા

ગુરુવારે સવારે રાજધાની કાબુલમાં રોડ કિનારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા. તે બોમ્બ દ્વારા દેશના લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટની આ ઘટના કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં બની હતી. બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવતા અનેક વિસ્ફોટોમાં ઓછામાં ઓછા છ બાળકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Maharashtra: મંત્રી ધનંજય મુંડે પાસેથી 5 કરોડની ખંડણી માંગવા બદલ મહિલાની ધરપકડ, બળાત્કારના આરોપમાં ફસાવવાની આપી હતી ધમકી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">