e-RUPI Launch: PM નરેન્દ્ર મોદી આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે, જાણો તમને આ પહેલથી શું થશે ફાયદો

ભારત આજે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ-વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે.

e-RUPI Launch: PM નરેન્દ્ર મોદી આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે, જાણો તમને આ પહેલથી શું થશે ફાયદો
PM Narendra Modi (File Photo)

e-RUPI Launch:  e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ (Contact Less payment) કરવા માટેનું એક માધ્યમ છે. તે QR કોડ અને SMS  સ્ટ્રિંગના આધારે ઈ- વાઉચરના(E Voucher) રૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના (Internet Banking) એક્સેસ વગર પેમેન્ટ કરી શક્શે. આપને જણાવવું રહ્યું કે,આ સિસ્ટમના અમલીકરણ પછી ચુકવણી કરવા માટે કોઈ ભૌતિક ઇન્ટરફેસની જરૂર રહેશે નહીં.

ભારત આજે ડિજિટલ પેમેન્ટના (Digital  Payment) ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ-વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી લોન્ચ કરશે. આ દ્વારા, લાભાર્થીઓને મળતા લાભો ભ્રષ્ટાચાર વગર તેમના સુધી પહોંચી શકશે, એટલે કે હવેથી મધ્યમાં કોઈ વચેટિયા કે મધ્યસ્થી રહેશે નહીં. ઉપરાંત આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત કરવાનો છે.

જાણો e-RUPI વિશે

e-RUPI એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે. અને જે લાભાર્થીઓના મોબાઇલ પર મોકલવામાં આવે છે. ઉપરાંત આ એક વખતની ચુકવણી પદ્ધતિમાં વાઉચર રિડીમ કરવા માટે કોઇપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને (Internet Banking) એક્સેસ કરવાની જરૂર રહેશે નહીં.આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ (National Payment Corporation Of India) વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

 

કોઈ મધ્યસ્થીની જરૂર રહેશે નહિ

e-RUPI કોઈપણ ભૌતિક ઇન્ટરફેસ વિના ડિજિટલ માધ્યમથી લાભાર્થી અને સર્વિસ પ્રોવાઈડરને એકબીજા સાથે જોડે છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે વ્યવહાર પૂરો થયા પછી જ સર્વિસ પ્રોવાઈડરને ચુકવણી કરવામાં આવે છે.ઉપરાંત પ્રીપેડ હોવાથી, તે કોઈપણ મધ્યસ્થીને સામેલ કર્યા વિના સમયસર ચૂકવણી કરે છે. સેવાઓની લીક-પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.

આ યોજનાથી તમને શું થશે ફાયદો ?

e-RUPI દ્વારા સામાન્ય નાગરિકોને મળતા સરકારી લાભોને કોઈપણ મધ્યસ્થી વિના લાભાર્થી સુધી પહોંચાડી શકાશે.જેમાં સમાજ કલ્યાણ યોજનાઓ,આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતા અને બાળ કલ્યાણ યોજના,ખાતર સબસિડી, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી દવાઓ અને પોષણ સહાય આપવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે e-RUPIનો ઉપયોગ કરી શકાશે.

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Uttar Pradesh: ભાજપના સાંસદ રામચંદ્ર જાંગડાનું વિવાદાસ્પદ નિવેદન, મુસ્લિમ શિલ્પકારોને બતાવ્યા વિશ્વકર્માના વંશજો

આ પણ વાંચો : Monsoon Session 2021: સંસદમાં વિપક્ષનાં હંગામા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો કટાક્ષ, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા’ જેવું કામ

Click on your DTH Provider to Add TV9 Gujarati