સ્પાઈસજેટના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દુબઈ-મદુરાઈની ફ્લાઈટ મોડી પડી, 24 દિવસમાં 9મી ઘટના

DGCAએ 6 જુલાઈના રોજ સ્પાઈસ જેટને 'કારણદર્શક નોટિસ' ફટકારી હતી. ઉડ્ડયન નિયમનકારે કહ્યું હતું કે બજેટ કેરિયર સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે.

સ્પાઈસજેટના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દુબઈ-મદુરાઈની ફ્લાઈટ મોડી પડી, 24 દિવસમાં 9મી ઘટના
Spicejet Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 5:20 PM

SpiceJet Boeing B737 Malfunction: સ્પાઈસજેટની બીજી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી મળી આવી છે. દુબઈથી મદુરાઈ (Dubai-Madurai Flight) જતું સ્પાઈસ જેટનું (SpiceJet) બોઈંગ B737 MAX એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીના કારણે મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે. 24 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની આ 9મી ઘટના છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓએ જણાવ્યું કે 19 જૂનથી સ્પાઈસ જેટના વિમાનમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજની ઘટના સહિત આવી કુલ 9 ઘટનાઓ સામે આવી છે.

DGCAએ 6 જુલાઈના રોજ સ્પાઈસ જેટને ‘કારણદર્શક નોટિસ’ ફટકારી હતી. ઉડ્ડયન નિયમનકારે કહ્યું હતું કે બજેટ કેરિયર સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન નંબર VT-SZK સાથેનું બોઈંગ B737 મેક્સ એરક્રાફ્ટે મેંગલુરુથી દુબઈ માટે ઉડાન ભરી હતી. તેમણે કહ્યું કે પ્લેન લેન્ડ થયા બાદ એક એન્જિનિયરે એરક્રાફ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે નોઝ વ્હીલ સામાન્ય કરતા વધુ સંકુચિત હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ પછી એન્જિનિયરે ફ્લાઈટને જમીન પર ઉતારવાનો નિર્ણય કર્યો.

DGCAએ ‘કારણ દર્શક નોટિસ’ ફટકારી હતી

ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સ્પાઈસજેટને ‘કારણ દર્શક નોટિસ’ આપ્યા બાદ ઈન્ડિગો અને વિસ્તારા એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના બનાવો પણ ગયા અઠવાડિયે નોંધાયા હતા. ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 જુલાઈના રોજ બેંગકોકથી આવતા વિસ્તારા પ્લેન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. વિસ્તારા એરલાઈને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ એન્જિનમાં ઈન્ટીગ્રેટેડ ડ્રાઈવ જનરેટરમાં નાની ખામી સર્જાઈ હતી.

આ પણ વાંચો

બિનોય વિશ્વમે સિંધિયાને લખ્યો પત્ર

તે જ સમયે, આ ઘટનાઓ પર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ બિનોય વિશ્વમે 8 જુલાઈના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં ફ્લાઈટ કંપનીઓની નબળી અને ભયંકર સુરક્ષા સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વમે મંત્રીને વિનંતી કરી કે તેઓ દેશભરની ફ્લાઈટ કંપનીઓની વ્યાપક સમીક્ષા કરે અને મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખે. તેમને કહ્યું હતું કે આ પત્ર તે ખરાબ અને ગંભીર સુરક્ષા સ્થિતીઓ વિશે લખવામાં આવ્યો છે જેની હેઠળ હાલમાં દેશની ઉડાન કંપનીઓ કામ કરી રહી છે. સાંસદે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી ઘટનાઓ અને વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">