Black Fungus : બ્લેક ફંગસના સંક્રમણ અંગે AIIMS ના Dr.Uma Kumar એ ચોંકાવનારી આશંકા વ્યક્ત કરી, જાણો શું કહ્યું
Black Fungus : દેશમાં એકાએક વધી રહેલા Mucormycosis એટલે કે બ્લેક ફંગસના કેસોએ ડોક્ટરોની ચિંતા વધારી છે.
Black Fungus : દેશમાં એકાએક વધી રહેલા Mucormycosis એટલે કે બ્લેક ફંગસના કેસોએ ડોક્ટરોની ચિંતા વધારી છે. દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે તેમજ અન્ય રાજ્યની સરકારોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. આ બ્લેક ફંગસ થવાના કારણો અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે AIIMS ના ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસનું સંક્રમણ થવા અંગે ચોંકાવનારી આશંકા વ્યક્ત કરી છે.
Black Fungus અંગે શું કહ્યું ડો.ઉમા કુમારે? દિલ્હી સ્થિત AIIMS ના રુમેટોલોજી (Rheumatology) વિભાગના હેડ અને પ્રોફેસર ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસના સંક્રમણ થવા અંગે એક ટ્વીટ લખ્યું છે. આ ટ્વીટમાં તેમણે બ્લેક ફંગસ (Black Fungus)ના સંક્રમણ અંગે સ્ટીરોઇડ નહિ પણ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન (Industrial Oxygen) જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે –
“રુમેટોલોજીના લાખો દર્દીઓમાં સ્ટીરોઇડનો ઉપયોગ અઠવાડિયા સુધી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં મ્યુકોરમાઈકોસીસના કેસોમાં જે રીતે વધારો થયો છે તે ક્યારેય જોયો નથી. શું કોવિડના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે મ્યુકોરમાઈકોસીસ થાય છે કે પછી કટોકટીના સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો ઉપયોગ આના માટે જવાબદાર છે?”
ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ આ ટ્વિટમાં તેમણે ICMR અને કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો.હર્ષ વર્ધનને ટેગ કર્યા છે.
Used #steroids in lakhs of rheumatology patients for weeks but never witnessed such numbers of #Mucormycosis as within last few weeks. Is it Covid playing with the immunity to invite #Mucormycosis or the use of industrial #Oxygen during crisis? @ICMRDELHI @drharshvardhan
— Prof. (Dr) Uma Kumar (@_Rheuma) May 20, 2021
Black Fungus ના સંક્રમણમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સીજન જવાબદાર ? કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો વધતા દેશમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઇ હતી. ઓક્સિજનની આ અછતને દુર કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિવિધ પગલાઓ લીધા હતા. જેમાંનું એક હતું ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના સીલીન્ડરોનો પણ મેડીકલ ઓક્સિજન સપ્લાય કરવા માટે ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને વધુ પ્રમાણમાં મેડીકલ ઓક્સિજનનો સપ્લાય થઇ શકે.
AIIMS ના રુમેટોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસ ના સંક્રમણ થવા અંગે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે. કારણકે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન મેડીકલ ઓક્સીજન જેટલો શુદ્ધ નથી હોતો અને તેનો ઉપયોગ મેડીકલ ઓસ્કીજન તરીકે થઇ શકે નહિ. આથી ડો.ઉમા કુમારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને તેના સીલીન્ડર બ્લેક ફંગસના સંક્રમણ અંગે જવાબદાર હોવાની આશંકા વ્યકત કરી છે.
આ પણ વાંચો : Black Fungus : જાણો કેવી રીતે ફેલાય છે બ્લેક ફંગસ અને તેનાથી કેમ બચવું? દેશના ટોચના બે ડોકટરે આપી માહિતી