AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે ખાનગી નોકરી કરો છો ? જો હા, તો ESIC અંગે જાણો, તમારા પરિવારજનોને સરકારની સ્વાસ્થ્ય યોજનાનો મળશે લાભ

ESIC યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કારખાનાઓ અને ઉત્પાદન એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે છે. આ ESICનો મૂળ હેતુ ખાનગી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને અને તેમના પરિવારને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાનો છે.

તમે ખાનગી નોકરી કરો છો ? જો હા, તો ESIC અંગે જાણો, તમારા પરિવારજનોને સરકારની સ્વાસ્થ્ય યોજનાનો મળશે લાભ
| Updated on: Sep 10, 2026 | 2:46 PM
Share

કેન્દ્રીય શ્રમ મંત્રાલય ખાનગી ક્ષેત્રમાં ઓછી આવક ધરાવતા કર્મચારીઓ માટે ‘એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન’ (ESIC) નામની સ્વાસ્થ્ય યોજના ચલાવે છે. ESIC કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આજના જમાનામાં આવતા મોંધાદાટ તબીબી ખર્ચના આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરે છે. હવે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ની કલમ 142 હેઠળ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે ESIC ઓળખ કાર્ડ માટે ‘આધાર સીડિંગ’ (આધાર લિંકિંગ) ફરજિયાત બનાવે છે. એટલે કે, ESIC કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું આવશ્યક છે.

ESIC યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રના કર્ચમારીઓ અને તેમના પરિવારજનોને મફત તબીબી સારવાર અને દવાઓ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે, તેમણે ESIC ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. તેમના ESIC કાર્ડ અને નોકરીદાતા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો સાથે નોંધણી કરાવીને, કર્મચારીઓ સારવાર કરાવી શકે છે અને મફત દવાઓ મેળવી શકે છે.

ESIC શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય?

ESIC એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જે ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ અણધાર્યા રોગ, અકસ્માત કે બિમારીની સ્થિતિમાં તબીબી સારવાર માટે લાભો પૂરા પાડે છે. તબીબી સારવારના લાભો માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના સમયે કામદારો અને કામચલાઉ કર્મચારીઓને મદદ કરવાનો છે.

જોકે, તે ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓને લાગુ પડતી નથી. નિયમો અનુસાર, રૂપિયા 21,000 સુધીનો માસિક મૂળ પગાર (બેઝિક સેલરી) ધરાવતા કર્મચારીઓ આ યોજના માટે પાત્ર છે. દિવ્યાંગ કર્મચારીઓ માટે છૂટછાટ આપવામાં આવી છે, જેમની માટે મૂળ પગારની મર્યાદા રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે.

ESIC યોજના હેઠળ મળતા લાભોમાં માંદગીના લાભો, પ્રસૂતિ લાભો, પેન્શન લાભો, આશ્રિતો માટેના લાભો અને અપંગતાના લાભોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મફત સારવાર ESI હોસ્પિટલોમાં તેમજ તેમની સાથે સંલગ્ન અથવા તેમના દ્વારા રેફર કરવામાં આવેલી મુખ્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

નોકરિયાતો માટે મોટા સમાચાર, હવે ESIC કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત, જાણો ઓનલાઇન લિંક કરવાની સરળ રીત

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">