Dilbagh Singh: 5 કરોડ રૂપિયા કેશ, ગેરકાયદેસર વિદેશી હથિયારો, ED એ INLD ના નેતા દિલબાગ સિંહના ઘરે પાડ્યા દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે INLD નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ દિલબાગ સિંહના ઘરેથી કુબેરનો ખજાનો કબજે કર્યો હતો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે INLD નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ દિલબાગ સિંહના ઘરેથી કુબેરનો ખજાનો કબજે કર્યો હતો.સર્ચ ઓપરેશન દરમિયાન EDએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. માહિતી અનુસાર, દિલબાગ સિંહ અને તેના સહયોગીના પરિસરમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.
ગેરકાયદેસર વિદેશી હથિયારો અને 100 થી વધુ દારૂની બોટલો મળી આવી હતી
ચલણી નોટોની વાડ ઉપરાંત ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કારતૂસ, 100થી વધુ દારૂની બોટલો અને દેશ-વિદેશમાં અનેક મિલકતો સહિત અન્ય સામગ્રી મળી આવી છે.
તમને જણાવી દઈએ કે ED દિલબાગ સિંહ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. EDએ ગઈકાલે હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગ સિંહ અને કેટલાક અન્ય લોકોના ઘરે ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા.
Directorate of Enforcement (ED) recovered illegal foreign-made arms, more than 100 liquor bottles & 5 crore cash and other materials have been recovered including several properties in India & abroad from Dilbag Singh Ex-MLA & his associate’s premises: ED pic.twitter.com/dctSya8JEJ
— ANI (@ANI) January 5, 2024
દિલબાગ સિંહના ઘરેથી 4-5 કિલો સોનું પણ મળી આવ્યું છે
EDએ તપાસ દરમિયાન 4-5 કિલો સોનું અને ભારત અને વિદેશમાં પ્રોપર્ટી સાથે સંબંધિત દસ્તાવેજો રિકવર કર્યા છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા છે.
ગઈકાલે, યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ અને કરનાલમાં બંને રાજકારણીઓ ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગ સિંહ સાથે સંબંધિત સંગઠનોના લગભગ 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇડીના દરોડા પાડવાનું આ છે કારણ
લીઝની મુદત અને કોર્ટના આદેશો પછી પણ યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં ભૂતકાળમાં થયેલા પથ્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદે ખનનની તપાસ માટે હરિયાણા પોલીસ દ્વારા અનેક FIR નોંધાયા બાદ મની લોન્ડરિંગનો કેસ પ્રકાશમાં આવ્યો છે.
કેન્દ્રીય એજન્સી ‘ઈ-રાવણ’ યોજનામાં કથિત ગોટાળાની પણ તપાસ કરી રહી છે. તે એક ઓનલાઈન પોર્ટલ છે જે હરિયાણા સરકાર દ્વારા 2020 માં રોયલ્ટી અને કરની વસૂલાતને સરળ બનાવવા અને ખાણકામ ક્ષેત્રોમાં કરચોરી અટકાવવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.