ઉત્તરાખંડમાં ધામી, ગોવામાં સાવંતના હાથમાં સત્તાનું સુકાન, જાણો બંને નેતા ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ

ઉત્તરાખંડમાં ભાજપને બહુમતી મળી છે. બીજી તરફ ગોવામાં પાર્ટી બહુમતીના આંકડાથી એક સીટ દૂર રહી હતી. પરંતુ તેણે MGP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતીનો દાવો કર્યો હતો.

ઉત્તરાખંડમાં ધામી, ગોવામાં સાવંતના હાથમાં સત્તાનું સુકાન, જાણો બંને નેતા ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ
Pushkar Dhami in Uttarakhand, Pramod Sawant at the helm of power in Goa, find out when both leaders will take oath as CM (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:13 AM

ગોવા(GOA)માં ફરી એકવાર પ્રમોદ સાવંત પર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપે(BJP) તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં પણ ભાજપે પુષ્કર સિંહ ધામી (Pushakr Sinh Dhami) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બંને નેતાઓ ક્યારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે, એવી અપેક્ષા છે કે બંને નેતાઓ આ અઠવાડિયે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.ઉત્તરાખંડમાં બીજેપીને બહુમતી મળી હતી, જ્યારે ગોવામાં બહુમતીના આંકડાથી પાર્ટી એક સીટ દૂર રહી હતી. પરંતુ તેણે MGP અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતીનો દાવો કર્યો હતો.

ગોવામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ પ્રમોદ સાવંતના નામ પર મહોર લાગી હતી. જો કે, એવા પણ અહેવાલ હતા કે કેટલાક ધારાસભ્યો સાવંતના નામથી નાખુશ હતા. આ સાથે જ ગોવામાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે અને ગોવાના હિમાચલ પ્રદેશના ગવર્નર રાજેન્દ્ર આર્લેકર પણ મુખ્યમંત્રી બનવાની રેસમાં હતા. પરંતુ સાવંત આ રેસ જીતી ગયા. બીજી તરફ ઉત્તરાખંડમાં સીટ હારી ગયેલા પુષ્કર સિંહ ધામીના નામ પર ભાજપે મહોર મારી દીધી છે.ધામીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને આ રીતે તેમના માટે ફરી એકવાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો.

પુષ્કર સિંહ ધામીએ આજે ​​સાંજે 6 વાગ્યે ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ પુષ્કર સિંહ ધામી 23 માર્ચ બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પહાડી રાજ્યની રાજધાની દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ ભાગ લેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તે જ સમયે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને અન્ય બીજેપી નેતાઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળ્યા હતા. બેઠક દરમિયાન તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપના ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ રવિવારે કહ્યું હતું કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 23 થી 25 માર્ચની વચ્ચે યોજાશે. આવી સ્થિતિમાં પ્રમોદ સાવંત આ દિવસે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">