દિલ્હી હાઈકોર્ટે ફરી કેજરીવાલ સરકારને લગાવી ફટકાર, કહ્યું તમારાથી ન થાય તો કેન્દ્રને જવાબદારી સોપી દો

Delhi High Court : હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારની સીસ્ટમ કોવીડ મેનેજમેન્ટમાં ફેલ ગઈ છે.

દિલ્હી હાઈકોર્ટે ફરી કેજરીવાલ સરકારને લગાવી ફટકાર, કહ્યું તમારાથી ન થાય તો કેન્દ્રને જવાબદારી સોપી દો
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 5:32 PM

Delhi High Court : પાટનગર દિલ્હીમાં કોરોનાની અનિયંત્રિત ગતિ વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેજરીવાલ સરકારને ઓક્સિજનના બ્લેક માર્કેટીંગ તેમજ રેમેડિસિવર અને અન્ય તબીબી પુરવઠાની અછત સામે કડક પગલાં ભરવા જણાવ્યું છે. હાઈકોર્ટે સરકારની આકરી ટીકા કરતા કહ્યું હતું કે તમારી સિસ્ટમ ફેલ ગઈ છે. હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે એ સુનુશ્ચિત કરવું પડશે કે મેડીકલ ઓક્સિજન ઓછામાં ઓછા ખર્ચે આવે છે તેના બ્લેક માર્કેટિંગ અથવા સંગ્રહખોરીને લીધે હજારો લાખો રૂપિયા ખર્ચ ન થાય.

તમારાથી ન થાય તો કેન્દ્રને જવાબદારી સોપી દો Delhi High Court ના ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે ઓક્સિજન અને રેમેડિસવીર જેવી આવશ્યક દવાઓની અછત સંદર્ભે હોસ્પિટલો દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, દિલ્હી સરકાર વધતા જતા કેસોનો સામનો કરવામાં સક્ષમ નથી. દિલ્હી સરકારથી મેનેજમેન્ટ ન થતું હોય તો તે કેન્દ્ર સરકારને જવાબદારી સોપી દે.

દિલ્હી સરકારની સીસ્ટમ ફેલ હાઇકોર્ટે દિલ્હી સરકારને કહ્યું હતું કે તમારી સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ ચાલુ છે. લોકો ઓક્સિજન કેવી રીતે ખરીદી રહ્યા છે? ત્યાં મોટા પ્રમાણમાં સંગ્રહખોરી થાય છે અને તમે કાર્યવાહી કેમ કરી રહ્યાં નથી. કોરોનાના વધતા જતા કેસો અંગે હાઇકોર્ટે કહ્યું કે આ કેસોમાં મોટો ઉછાળો છે. તમે તેનો સામનો કરવામાં સક્ષમ નથી. કોર્ટે કહ્યું કે આ સમય ગીધની જેમ વર્તવાનો નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘણી હોસ્પિટલમાં ઓક્સીજનનો અભાવ Delhi High Court ની આકરી ટીકા બાદ ઘણી હોસ્પિટલોએ કહ્યું કે તેઓ ઓક્સિજનના અભાવનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજન રિફિલર્સ માટે યોગ્ય સૂચના જાહેર નહીં કરવા બદલ કોર્ટે દિલ્હી સરકારને પણ ફટકાર લગાવી છે.

અગાઉ, હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હીની AAP સરકારને પૂછ્યું હતું કે જ્યારે કોવિડ-19 દર્દીઓને વ્યાપકપણે રેમડેસિવીર (Remdesivir) દવા લેવાની સલાહ આપવામાં આવી રહી છે, તો પછી રાજધાનીમાં તેની કેમ અછત છે?

જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રેમેડિસીવરનો ઉપયોગ ફક્ત હોસ્પિટલોમાં જ થઈ શકે છે, ત્યારે કોર્ટે કહ્યું કે જ્યારે હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓ માટે ઓક્સિજન અને બેડ ઉપલબ્ધ નથી, ત્યારે તેઓ આ દવા કેવી રીતે મેળવશે.

આ પણ વાંચો : હાઈકોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું તમે કેમ નથી લગાવતા ઓક્સીજન પ્લાન્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">