Delhi High Court : હાઈકોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું તમે કેમ નથી લગાવતા ઓક્સીજન પ્લાન્ટ

Delhi High Court : હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમારી પણ જવાબદારી છે.

Delhi High Court : હાઈકોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું તમે કેમ નથી લગાવતા ઓક્સીજન પ્લાન્ટ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 10:02 PM

Delhi High Court : દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત ઉભી થઇ છે. દિલ્હીમાં શુક્રવારે સાંજે જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 25 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ બાજુ દિલ્હીના મુખ્યપ્રધાન દિલ્હીમાં ઓક્સીજનની વ્યવસ્થા કરવાને બદલે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો પાસે મદદ માંગી રહ્યા છે. દિલ્હી સરકારના આ વર્તન પર દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે અને પૂછ્યું છે તમે કેમ ઓક્સીજન પ્લાન્ટ લગાવતા નથી.

દિલ્હી હાઈકોર્ટે AAP સરકાર પર વ્યક્ત કરી નારાજગી દિલ્હીમાં સતત પાંચમા દિવસે ઓક્સિજનના અભાવના મુદ્દે Delhi High Court માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આજે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી સરકારના અધિકારીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યું કે જો કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોથી ઓક્સિજન લાવવા માટે તૈયાર છે તો દિલ્હી સરકાર અને તેમના અધિકારીઓ તે ઓક્સિજનને અન્ય રાજ્યોથી લાવવા માટે શું પ્રયાસ કરી રહ્યા છે ? સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે જણાવ્યું હતું કે તેઓને અન્ય રાજ્યોથી દિલ્હીમાં ઓક્સિજન લાવવા માટે જરૂરી ટેન્કર હાજર નથી અને આ માટે કેન્દ્ર સરકારે તેમની મદદ કરવી પડશે.

હાઈકોર્ટે પૂછ્યું તમે કેમ નથી લગાવતા ઓક્સીજન પ્લાન્ટ દિલ્હી સરકારના વકીલે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર પર આધારીત છીએ, અમને ઓક્સિજન મળતાંની સાથે જ તેને હોસ્પિટલોમાં મોકલી આપીશું. જેના પર કોર્ટે કહ્યું કે પણ જવાબદારી તમારી પણ છે અને માત્ર કહેવાથી આવું નહીં થાય.દરમિયાન Delhi High Court એ દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે કેમ પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો નથી, જેના પર દિલ્હી સરકારના વકીલે કહ્યું કે આ દિશામાં પણ ચર્ચા ચાલી રહી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કેજરીવાલે અન્ય રાજ્યો પાસે માંગી મદદ દિલ્હીમાં ઓક્સીજનની અછત નિવારવા કોઈ નક્કર પગલા લેવાને બદલે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર અને અન્ય રાજ્યો પાસે મદદ માંગી છે.કેજરીવાલે કહ્યું છે કે જો વધારે ઓક્સિજન હોય તો અન્ય રાજ્યોએ દિલ્હીની મદદ કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પત્ર લખવાની માહિતી આપી છે. તેમણે ટ્વિટ કર્યું, “હું બધા મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે જો તેઓ પાસે વધારાનો ઓક્સિજન હોય તો દિલ્હી માટે મદદ કરો. કેન્દ્ર સરકાર પણ અમને મદદ કરી રહી છે, પરંતુ કોરોનાની તીવ્રતા એટલી છે કે ઉપલબ્ધ તમામ સંસાધનો અપૂરતા સાબિત થઈ રહ્યા છે.”

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">