AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોન ટેપિંગ કેસમાં પૂર્વ NSE ચીફ ચિત્રા રામકૃષ્ણને રાહત, Delhi HC એ આપ્યા જામીન

ભૂતપૂર્વ NSE મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા રામકૃષ્ણ, જેમને અગાઉ કથિત NSE કો-લોકેશન કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, હાલના કેસમાં ED દ્વારા ગયા વર્ષે 14 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

ફોન ટેપિંગ કેસમાં પૂર્વ NSE ચીફ ચિત્રા રામકૃષ્ણને રાહત, Delhi HC એ આપ્યા જામીન
Former NSE Chief Chitra Ramkrishna (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 1:50 PM
Share

Delhi High Court એ ગુરુવારે એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણને(Former NSE Chief Chitra Ramakrishna) નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓની કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ અને જાસૂસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ જસમીત સિંહે કહ્યું કે અરજી સ્વીકારવામાં આવી છે. અરજદારને જામીન આપવામાં આવે છે.

આ પણ વાંચો : સમય પહેલા 4100 કરોડ રૂપિયાની બેન્કની લોન ચૂકવણીમાં કેમ લાગ્યા અદાણી? વાંચો શું છે કારણ

કો-લોકેશન કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

એનએસઈના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, જેમને અગાઉ કથિત એનએસઈ કો-લોકેશન કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ (NSE Co-Location Scam)કરવામાં આવી હતી, ગયા વર્ષે 14 જુલાઈના રોજ વર્તમાન કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીબીઆઈ કેસમાં જામીન આપ્યા હતા. EDએ હાલના કેસમાં તેની જામીન અરજીનો વિરોધ આ આધાર પર કર્યો હતો કે તે ષડયંત્ર પાછળ તે “માસ્ટર માઈન્ડ” હતી.

ફોન ટેપિંગ કેસ 2009 થી 2017 ના સમયગાળા સાથે સંબંધિત

ED અનુસાર, ફોન ટેપિંગ કેસ 2009 થી 2017 ના સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે NSEના ભૂતપૂર્વ CEO રવિ નારાયણ, રામકૃષ્ણ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને હેડ (પ્રિમિસીસ) મહેશ હલ્દીપુર અને અન્યોએ NSE અને તેના કર્મચારીઓને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું.NSEની સાયબર નબળાઈઓને સ્ટડી કરવાની આડમાં NSE કર્મચારીઓના ફોન કૉલ્સને ગેરકાયદેસર રીતે ઇન્ટરસ્પેટ કરવા માટે ISEC સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને કામ પર લગાવી હતી.

NSEમાં રામકૃષ્ણનો કાર્યકાળ ડિસેમ્બર 2016માં સમાપ્ત થયો હતો

જામીન મેળવવા માટે, રામકૃષ્ણએ દલીલ કરી હતી કે તેમની સામે કોઈ સુનિશ્ચિત ગુનો દાખલ થયો નથી અને આરોપો પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં આવતા નથી. રામકૃષ્ણને 2009માં NSE જોઈન્ટ એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 31 માર્ચ, 2013 સુધી આ પદ પર રહ્યા હતા. તેમને 1લી એપ્રિલ, 2013ના રોજ MD અને CEO તરીકે બઢતી આપવામાં આવી હતી. NSEમાં તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2016માં સમાપ્ત થયો હતો.

Follow Us
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">