AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કો-લોકેશન કૌંભાડમાં પકડાયેલા NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને 7 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણને સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કો-લોકેશન કૌભાંડ કેસમાં રવિવારે રાત્રે સીબીઆઈ દ્વારા ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરવામાં આવી હતી.

કો-લોકેશન કૌંભાડમાં પકડાયેલા NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને 7 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા
Chitra Ramakrishna (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 4:56 PM
Share

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણને (Chitra Ramakrishna) સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કો-લોકેશન (Co- Location Scam) કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા રવિવારે રાત્રે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સીબીઆઈએ ફેબ્રુઆરીમાં તેમની ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. સીબીઆઈએ 24 અને 25 ફેબ્રુઆરીએ ચિત્રા રામકૃષ્ણના ઘરે તપાસ પણ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે ચિત્રા રામકૃષ્ણ સાચો જવાબ આપી રહી નથી. સીબીઆઈ સુબ્રમણ્યમની પૂછપરછના આધારે એકઠા કરાયેલા પુરાવાને હાલ ચકાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીબીઆઈ માર્ચ 2018 થી કેસની તપાસ કરી રહી છે, પરંતુ તેમને રહસ્યમય હિમાલય-નિવાસ યોગીની ઓળખ કરવા માટે કોઈ મજબૂત પુરાવા મળ્યા હજુ સુધી નથી કે જેની સાથે રામકૃષ્ણ મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જની 2013માં સંભાળી હતી કમાન

NSE એ 100 વર્ષ જૂના BSE (Bombay Stock Exchange)ને 1994માં લોન્ચ કર્યાના એક વર્ષમાં જ ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે પાછળ છોડી દીધું હતું. NSEમાં સર્જાયેલ યાંત્રિક ખામીએ, ચિત્રા રામકૃષ્ણને સ્ટોક ટ્રેડિંગની પુરૂષ પ્રભુત્વવાળી દુનિયામાં NSEના ટોચના સ્થાને પહોચાડી દીધા. NSEમાં 5 ઓક્ટોબર, 2012ની સવારે આ ટેકનિકલ ખામીને કારણે રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

NSE CEO રવિ નારાયણને રાજીનામું આપવું પડ્યું અને થોડા મહિનાઓ પછી 13 એપ્રિલ 2013ના રોજ NSEની કમાન ઔપચારિક રીતે ચિત્રા રામકૃષ્ણને સોંપવામાં આવી. આજે, 59 વર્ષીય ચિત્રા રામકૃષ્ણ આ સમગ્ર કૌભાંડના કેન્દ્રમાં છે. જ્યારે સેબીની તપાસમાં ખુલાસો થયો કે એક્સચેન્જના મુખ્ય વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તેમને એક રહસ્યમય હિમાલયન યોગી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

ચિત્રા રામકૃષ્ણ ‘આધ્યાત્મિક ગુરુ’થી હતા પ્રભાવિત

NSE કેસમાં માર્કેટ્સ રેગ્યુલેટર સેબીના 190 પાનાના આદેશમાં અન્ય બાબતોની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા ‘આધ્યાત્મિક ગુરુ’ના પ્રભાવ હેઠળ હતા. આ કેસ કંપનીની કામગીરીમાં થયેલી ક્ષતિઓ સાથે પણ સંબંધિત છે. જેના કારણે આનંદ સુબ્રમણ્યમની મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિમણૂક થઈ હતી અને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે તેમની પુનઃનિયુક્તિ થઈ હતી.

સેબીના આદેશ મુજબ એપ્રિલ 2013થી ડિસેમ્બર 2016 સુધી NSEના MD અને CEO રહી ચૂકેલા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા આ યોગીને ‘શિરોમણી’ કહીને બોલાવે છે. આ અંગે NSEના ભૂતપૂર્વ વડા દાવો કરે છે કે તેઓ હિમાલયમાં રહે છે અને 20 વર્ષથી તેમને અંગત અને વ્યાવસાયિક બાબતોમાં સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Good News : ખાનગી મેડિકલ કોલેજોની અડધો અડધ બેઠકો ઉપર સરકારી કોલેજ જેટલી જ ફી હશે, PM મોદીની જાહેરાત

આ પણ વાંચોઃ

વડાપ્રધાન મોદીએ જન ઔષધિ કેન્દ્રના માલિકો અને લાભાર્થીઓ સાથે કરી વાતચીત, કહ્યું- 800 થી વધુ દવાઓની કિંમતોમાં કર્યો ઘટાડો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">