Uttar Pradesh Election: CM યોગી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું, ‘કેજરીવાલ સાંભળો.. યોગી સાંભળો’ મુદ્દા વચ્ચે કોંગ્રેસ પણ ટપકી
સીએમ યોગીએ ટ્વીટ કરીને લખ્યું કે સાંભળો, કેજરીવાલ જૂઠું બોલવામાં નિષ્ણાત છે અને જ્યારે આદરણીય વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આખો દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો હતો, ત્યારે કેજરીવાલે પરપ્રાંતિય મજૂરોને દિલ્હીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
Uttar Pradesh Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(UP Election)ને લઈને રાજનીતિ ચરમસીમાએ છે અને દેશના રાજકારણના બે મોટા ચહેરા યોગી આદિત્યનાથ(Yogi Adityanath) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)વચ્ચે સોશિયલ બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક પછી એક ટ્વિટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યારપછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ એવો જ જવાબ આપ્યો હતો. સાથે જ કોંગ્રેસ પણ આ મુદ્દે કૂદી પડી છે અને કહ્યું છે કે બંનેને જનતાની પરવા નથી.
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું કે સાંભળો, કેજરીવાલ જૂઠું બોલવામાં એક્સપર્ટ છે અને જ્યારે આદરણીય વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આખો દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો હતો, ત્યારે કેજરીવાલે પરપ્રાંતિય મજૂરોને દિલ્હીમાંથી બહારનો રસ્તો બતાવ્યો. “સાંભળો, કેજરીવાલ, જ્યારે આખી માનવતા કોરોનાના દર્દને કારણે રડી રહી હતી, ત્યારે તમે યુપીના કાર્યકરોને દિલ્હી છોડવા મજબૂર કર્યા. તમારી સરકારે મધ્યરાત્રિએ યુપી બોર્ડર પર નાના બાળકો અને મહિલાઓને પણ નિ:સહાય છોડી દેવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કૃત્ય કર્યું.
सुनो केजरीवाल,
जब पूरी मानवता कोरोना की पीड़ा से कराह रही थी, उस समय आपने यूपी के कामगारों को दिल्ली छोड़ने पर विवश किया।
छोटे बच्चों व महिलाओं तक को आधी रात में यूपी की सीमा पर असहाय छोड़ने जैसा अलोकतांत्रिक व अमानवीय कार्य आपकी सरकार ने किया।
आपको मानवताद्रोही कहें या…
— Yogi Adityanath (@myogiadityanath) February 7, 2022
सुनो योगी,
आप तो रहने ही दो। जिस तरह UP के लोगों की लाशें नदी में बह रहीं थीं और आप करोड़ों रुपए खर्च करके Times मैगज़ीन में अपनी झूठी वाह वाही के विज्ञापन दे रहे थे। आप जैसा निर्दयी और क्रूर शासक मैंने नहीं देखा। https://t.co/qxcs2w60lG
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 7, 2022
આ પછી આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની ભાષા પર સવાલ ઉઠાવ્યો અને લખ્યું કે, ‘સાંભળો આદિત્યનાથ, શું તમને નથી લાગતું કે તમારી ભાષા મુખ્ય પ્રધાનની જગ્યાએ નુક્કડ છાપ નેતાની છે?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે ફાટી નીકળેલા ટ્વિટર વિવાદ પર કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો હતો. છત્તીસગઢ કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, ‘સાંભળો યોગી-કેજરીવાલ, તમે બંને આ નૂરાની કુસ્તી કરીને દેશને મૂર્ખ ન બનાવો. સત્ય એ છે કે જનતાને બંનેની પરવા નથી. નાગપુરના બંને લોકો પાસે “અરવિંદ નાઉ” અને “યોગી નાઉ” છે.
તે જ સમયે, આ વિવાદ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કર્યો હતો. તેમણે પીએમના એ નિવેદનને જુઠ્ઠું ગણાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન દિલ્હી સરકારે લોકોને દિલ્હી છોડવા માટે કહ્યું હતું.