Delhi: સબ્જી મંડી રેલવે સ્ટેશન નજીક ઉત્તર રેલવેના સિગ્નલ અને ટેલિકોમ બિલ્ડિંગમાં લાગી આગ, જુઓ વિડીયો

|

Apr 24, 2022 | 11:28 PM

આગ (Fire) એટલી પ્રચંડ હતી કે કાળો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. માહિતી મળ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Delhi: સબ્જી મંડી રેલવે સ્ટેશન નજીક ઉત્તર રેલવેના સિગ્નલ અને ટેલિકોમ બિલ્ડિંગમાં લાગી આગ, જુઓ વિડીયો
Delhi Fire - File Photo

Follow us on

ઉત્તર દિલ્હીમાં (Delhi) સબ્જી મંડી રેલવે સ્ટેશન (Sabzi Mandi Railway Station) નજીક ઉત્તર રેલવેના સિગ્નલ અને ટેલિકોમ બિલ્ડિંગમાં રવિવારે બપોરે લગભગ 4:00 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે કાળો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. માહિતી મળ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવામાં લાગી હતી. ઉત્તર રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના સ્ટેશનની સીમાની બહાર પેસેન્જર વિસ્તારથી દૂર બની હતી. તેથી તમામ ટ્રેનોની અવરજવર સામાન્ય છે.

સબ્જી મંડી રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી

પ્રતાપ નગર મેટ્રો સ્ટેશન પણ નજીક છે

દિલ્હીના સબ્જી મંડી રેલવે સ્ટેશન પર સિગ્નલ-ટેલિકોમ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં કાળો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો. જ્યાં આગ લાગી તે સ્થળ પ્રતાપ નગર મેટ્રો પાસે છે. તેનાથી ખતરો વધુ વધી ગયો. પરંતુ ફાયર વિભાગે ઘટનાની માહિતી મળતાં જ ઝડપી કાર્યવાહી કરી હતી અને 14 ફાયર ટેન્ડરો અહીં મોકલ્યા હતા. જો કે આગને કાબુમાં લેવા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ટ્રેનોની અવરજવર સામાન્ય

ઉત્તર રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના સ્ટેશનની બહાર પેસેન્જર વિસ્તારથી દૂર બની હતી. તેમણે કહ્યું કે તમામ ટ્રેનોની અવરજવર સામાન્ય છે. ફાયર ટેન્ડરો પહેલેથી જ સ્થળ પર છે. ઉત્તર રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના સ્ટેશનની સીમાની બહાર બની હતી અને ત્યાં મુસાફરોની કોઈ અવરજવર નથી. જેના કારણે આગની લપેટમાં કોઈ આવ્યું ન હતું. તમામ ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે સામાન્ય છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન મોદીએ બુધવારે બોલાવી મહત્વની બેઠક, તમામ રાજ્યોના મુખ્યમંત્રી રહી શકે છે હાજર

આ પણ વાંચો : કોંગ્રેસે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરના આરોપોને ‘રાજકીય બદલો’ ગણાવ્યો, કહ્યું- સરકાર આ મુદ્દે રાજકારણ કરી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article