Surat: ઉધના બન્યું દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન, હવે અહીં બની રહ્યું છે ચકલીઓ માટે ખાસ ‘Sparrow Zone’

ગ્રીન(Green) ઉધના રેલવે સ્ટેશનને મોડલને કારણે ભારતમાં લુપ્ત થઈ રહેલા પક્ષીઓ ખાસ કરીને ચકલીઓને સહારો મળ્યો છે. ગ્રીન ઉધના સ્ટેશન ભારતનું પહેલું એવું રેલવે સ્ટેશન છે, જ્યાં સ્પેરો ઝોન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Surat: ઉધના બન્યું દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન, હવે અહીં બની રહ્યું છે ચકલીઓ માટે ખાસ 'Sparrow Zone'
Green Udhna Railway Station (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 4:40 PM

સુરતના ઉધના (Udhna) રેલવે સ્ટેશન પર ઉતરતાની સાથે જ પેસેન્જરોને (Passengers) ચારેબાજુ હરિયાળું વાતાવરણ અને પક્ષીઓનો (Birds ) કલરવ સાંભળવા મળે છે. તો મુસાફરોએ તેમાં આશ્ચર્યમાં મુકવાની જરૂરી નથી. કારણ કે આખા દેશમાં આ એક જ એવું રેલવે સ્ટેશન છે જેને ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં આવનારા હજારો પ્રવાસીઓને આ રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી એક અલગ જ અનુભવ થાય છે. ઉધનાને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાઈમેટ એક્શનની થીમ પર મોડલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સ્ટેશન ‘ટ્રિપલ-એ’ ના સિદ્ધાંત પર પર્યાવરણ સુરક્ષા કરે છે. એટલે કે અવેરનેસ,એટીટ્યુડ અને એક્શન. અહીં 50 કરતા વધુ ચિત્રોને ગ્રીન ગેલેરી સ્વરૂપે સુશોભિત ઉધના રેલવે સ્ટેશને મુસાફરોને નવો સંદેશ આપે છે.

ગ્રીનમેન તરીકે જાણીતા અને વેસ્ટર્ન રેલવે માટે સકારાત્મક વિઝન સાથે વિરલ દેસાઈએ અહીં 4500 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને મોડલને કારણે ભારતમાં લુપ્ત થઈ રહેલા પક્ષીઓ ખાસ કરીને ચકલીઓને સહારો મળ્યો છે. ગ્રીન ઉધના સ્ટેશન ભારતનું પહેલું એવું રેલવે સ્ટેશન છે, જ્યાં સ્પેરો ઝોન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરતના ઉધના સ્ટેશનના 19000 ચોરસ ફૂટમાં 1500 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફોરેસ્ટ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે.

Sparrow Zone at Udhna Railway Station (File Image )

શહિદ સ્મૃતિ વન : ઉધના રેલવે સ્ટેશન ભારતીય રેલવેનું પહેલું અર્બન ફોરેસ્ટ

વિશ્વનું આ પહેલું એવું રેલવે સ્ટેશન છે જે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અને જૈવ વિવિધતાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેનું પ્રથમ શહેરી જંગલ અહીં બનાવવામાં આવ્યું છે. તે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિમાં બનાવવામા આવ્યું છે. તેને શહીદ સ્મૃતિ વન નામ આપવામાં આવ્યું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

લીમડો, પીપળ, બદામ, જામફળ અને વડના વૃક્ષો 19000 ચોરસ ફૂટ વિસ્તારમાં ઉગાડવામાં આવ્યા છે. બે વર્ષથી ઓછા સમયમાં અહીં જંગલ તૈયાર થઈ ગયું છે. આ અહીં આવતા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપે છે. દેશભરના અન્ય સ્ટેશનો પર જ્યાં ખૂબ ગંદકી હોય છે ત્યાં આ સ્ટેશન પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓની 30 થી વધુ પ્રજાતિઓ અહીં રહે છે.

આ પણ વાંચો :

Corona Free Surat: 766 દિવસ પછી સુરતની હોસ્પિટલો એકદમ ખાલીખમ, એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય

Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">