દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન મોદીએ બુધવારે બોલાવી મહત્વની બેઠક, તમામ રાજ્યોના મુખ્યમંત્રી રહી શકે છે હાજર
દેશમાં કોવિડની સ્થિતિ પર ચર્ચા કરવા બુધવારે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ બેઠકની અધ્યક્ષતા કરશે.
દેશમાં કોવિડની સ્થિતિ પર ચર્ચા કરવા બુધવારે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ બેઠકની અધ્યક્ષતા કરશે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. કોરોનાને (Corona Cases) લઈને બોલાવવામાં આવેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી શકે છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને કહ્યુ કે દેશમાં કોવિડ -19 ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવા, યોગ્ય અંતરનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવા જેવા તમામ પગલાંઓનું પાલન કરવું જરૂરી છે.
રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં વડાપ્રધાને કહ્યું કે ઈદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતિ અને વૈશાખ બુદ્ધ પૂર્ણિમા આગામી દિવસોમાં ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે આ તમામ તહેવારો સંયમ, પવિત્રતા અને સૌહાર્દ પર ભાર મૂકે છે અને હું આપ સૌને મારી શુભકામનાઓ આપું છું.
વડાપ્રધાને કહ્યું કે આ તહેવારોને ખૂબ જ ઉલ્લાસ અને સંવાદિતા સાથે ઉજવો, પરંતુ આ બધાની વચ્ચે કોરોનાથી પણ સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યું કે તમે માસ્ક પહેરવાનું ચાલુ રાખો, નિયમિત સમયાંતરે તમારા હાથ ધોતા રહો અને રક્ષણ માટે જે પણ પગલાં જરૂરી છે તેનું પાલન કરો.
કોરોનાની સ્થિતિને લઈને બુધવારે PMની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
A meeting to discuss the Covid situation in the country has been convened at 12 pm on Wednesday, April 27 via video conferencing. The meeting will be chaired by Prime Minister Narendra Modi: Official Sources
(File Pic) pic.twitter.com/gTWsfjV0kF
— ANI (@ANI) April 24, 2022
રવિવારે કોરોનાના 2,593 નવા કેસ સામે આવ્યા
રવિવારે દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 2,593 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,57,545 થઈ ગઈ છે, જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 15,873 થઈ ગઈ છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડના વધુ 44 દર્દીઓના મોતને કારણે કુલ મૃત્યુઆંક 5,22,193 પર પહોંચી ગયો છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 0.04 ટકા છે, જ્યારે ચેપમાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે.
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,083 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં 812 લોકો સાજા થયા છે અને એકનું મોત પણ થયું છે. સક્રિય કેસની સંખ્યા 3,975 છે અને હકારાત્મકતા દર 4.48 ટકા છે.
આ પણ વાંચો : કોંગ્રેસે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરના આરોપોને ‘રાજકીય બદલો’ ગણાવ્યો, કહ્યું- સરકાર આ મુદ્દે રાજકારણ કરી રહી છે
આ પણ વાંચો : ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, પીએમ મોદીએ કહ્યું- સખત મહેનત માટે દરેક કાર્યકર્તાનો આભાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો