Uphaar Cinema Fire Case : પટિયાલા હાઉસ કોર્ટનો મોટો નિર્ણય, પુરાવા સાથે છેડછાડના મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલ

|

Nov 08, 2021 | 4:01 PM

3 જૂન, 1997ના રોજ દિલ્હીના ઉપહાર સિનેમામાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી અને તે દરમિયાન સિનેમામાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા.

Uphaar Cinema Fire Case : પટિયાલા હાઉસ કોર્ટનો મોટો નિર્ણય, પુરાવા સાથે છેડછાડના મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલ
Uphaar Cinema Fire Case

Follow us on

Uphaar Cinema Fire Case :  દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં કોર્ટે દોષિતોને સજાની જાહેરાત કરી છે. કોર્ટે (Patiala House Court) દોષિત અંસલ બંધુઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે અંસલ બંધુઓ પર 2.25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

અંસલ બંધુઓને સાત વર્ષની સજા

સુનીલ અંસલ અને ગોપાલ અંસલ સહિત અન્ય બે દોષિતોને આઈપીસીની કલમ 409, 120બી હેઠળ પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં કોર્ટે 2.25 કરોડનો દંડ ફટકાર્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court)અંસલ બંધુઓ સહિત તમામ આરોપીઓને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે તમામ આરોપીઓને પુરાવા સાથે ચેડા કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.

CBI દ્વારા એકત્ર કરાયેલા પુરાવાનો નાશ કર્યો

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પુરાવા સાથે ચેડા કરવાના મામલે કોર્ટ સ્ટાફ દિનેશ ચંદ શર્મા (Dinesh Chand Sharma) ઉપરાંત અંસલ બંધુઓ, પીપી બત્રા, હર સ્વરૂપ પંવાર, અનૂપ સિંહ અને ધરમવીર મલ્હોત્રાનું નામ સામે આવ્યુ હતુ.

આ કેસની સુનાવણી દરમિયાન, ઉપહાર અગ્નિકાંડના પીડિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ (Senior Lawyer) વિકાસ પાહવાએ કોર્ટને જણાવ્યું હતું કે, અંસલ બંધુઓ અને એચએસ પંવારે મુખ્ય ઉપહાર કેસમાંCBI દ્વારા એકત્ર કરાયેલા પુરાવાનો નાશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી (Documents) પસંદ કરાયેલા દસ્તાવેજોનો નાશ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: દેશના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉતર પ્રદેશના 8 શહેરો, જાણો ક્યુ શહેર છે સૌથી વધુ પ્રદૂષિત ?

આ પણ વાંચો: સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ રેકેટમાં સામેલ, ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

Published On - 3:40 pm, Mon, 8 November 21

Next Article